bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Revelation 10
Revelation 10
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 11 →
1
પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.
2
તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું, ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો [પગ] પૃથ્વી પર મૂકયો.
3
તેણે સિંહની ગર્જના જેવા મોટે સ્વરે પોકાર કર્યો; અને જયારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી.
4
જ્યારે તે સાત ગર્જના બોલી ત્યારે [તેઓએ જે કહ્યું તે] હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી, “સાત ગર્જનાએ જે જે વાતો કહી, તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહિ.”
5
જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો,
6
અને જે સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું, “હવે વિલંબ થશે નહિ.
7
પણ સાતમા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને, એટલે પ્રબોધકોને જણાવ્યો હતો, તે પ્રમાણે સંપૂર્ણ થશે.”
8
અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી, તેણે ફરીથી મને સંબોધીને કહ્યું, “તું જા, ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે, તેના હાથમાં જે ઉઘાડું ઓળિયું છે તે લે.”
9
મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, “એ નાનું ઓળિયું મને આપ.” તેણે મને કહ્યું, “આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે.”
10
ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો, તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.
11
ત્યારે મને એમ કહેવામાં આવે છે, “ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.”
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 11 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22