bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Romans 11
Romans 11
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 12 →
1
તેથી હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.
2
પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે, એ તમે જાણતા નથી? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને એવી વિનંતી કરે છે,
3
“હે પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે, અને તમારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું, અને તેઓ મારો જીવ લેવા માગે છે.”
4
પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “મેં મારે માટે સાત હજાર પુરુષોને રાખી મૂક્યા છે કે, જેઓ બાલની આગળ ઘૂંટણે પડયા નથી.”
5
એમ જ હાલના સમયમાં પણ [તેમણે] કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે.
6
પણ જો એ કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી; નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.
7
તો [આપણે] શું [સમજવું]? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે, અને બાકીનાં [હ્રદયો] ને કઠણ કરવામાં આવ્યાં છે.
8
લખેલું છે, “ઈશ્વરે તેઓને આજ દિન સુધી મૂઢમતિ આત્મા, ન જુએ એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે.
9
દાઉદ પણ કહે છે, “તેઓની મેજ તેઓને માટે જાળ, પાશ, ઠોકર તથા પ્રતિફળરૂપ થાઓ.
10
તેઓ જુએ નહિ, એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.”
11
ત્યારે હું પૂછું છું કે, તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાઓ. પણ ઊલટું તેઓના પડવાથી તેઓમાં [એટલે ઇઝરાયલીઓમાં] ઈર્ષા ઉત્પન્ન થાય, એ માટે વિદેશીઓને તારણ [મળ્યું છે].
12
હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે, અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ [ઉદ્ધાર] કેટલો બધો અધિક [સંપત્તિરૂપ] થશે?
13
હું તો તમો વિદેશીઓને કહું છું. હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવાકાર્ય મહત્વનું માનું છું.
14
જેથી હરકોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું.
15
કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું [ઈશ્વરની સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?
16
વળી જો પ્રથમ ફળ પવિત્ર છે, તો [આખો] લોંદો પણ પવિત્ર છે. અને જો જડ પવિત્ર છે, તો ડાળીઓ પણ પવિત્ર છે.
17
પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,
18
તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર પરંતુ જો તું ગર્વ કરે, તો જડને તારો આધાર નથી પણ તેને જડનો છે.
19
વળી તું કહેશે, “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓને તોડી નાખવામાં આવી.”
20
વારુ, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ;
21
કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તે તને પણ બચાવશે નહિ.
22
તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો. જેઓ પડી ગયા, તેઓના ઉપર તો સખતાઈ પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે, તો તારા ઉપર ઈશ્વરની મહેરબાની; નહિ તો તને કાપી નાખવામાં આવશે.
23
પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.
24
કેમ કે જે જૈતુનનું ઝાડમાં કુદરતથી વિરુદ્ધ જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો, અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતાં એ અસલ [ડાળીઓ] પોતાના જૈતૂનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે?
25
કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.
26
અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. લખેલું છે, “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે.
27
હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર [પૂર્ણ] થશે.”
28
સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે.
29
કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.
30
કેમ કે જેમ તમે પહેલાં ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા;
31
એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે, તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે.
32
કેમ કે ઈશ્વર બધા ઉપર દયા કરે, એ માટે તેમણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે.
33
આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!
34
કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો મંત્રી કોણ થયો છે?
35
અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું કે, તે તેને પાછું ભરી આપવામાં આવે?
36
કેમ કે તેમનામાંથી, તથા તેમના વડે, તથા તેમને અર્થે, સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16