bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
1 Kings 5
1 Kings 5
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 6 →
1
તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.
2
શલોમોને તેની પર આવો સંદેશો પાઠવ્યો:
3
“તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.
4
પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી.
5
પ્રભુએ મારા પિતા દાવિદને આવું વચન આપ્યું હતું: ‘તારા પછી તારા જે પુત્રને હું રાજા બનાવીશ તે મારે માટે મંદિર બાંધશે.’ મેં હવે મારા ઈશ્વર પ્રભુ માટે એ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો છે.
6
તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”
7
શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!”
8
પછી હીરામે શલોમોન પર આવો સંદેશો મોકલ્યો: “મને તમારો સંદેશો મળ્યો છે અને તમારી માગણી મુજબ હું ગંધતરુ અને દેવદારનાં લાકડાં પૂરાં પાડીશ.
9
મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”
10
આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં.
11
અને શલોમોન હીરામને તેના માણસોના દૈનિક ખોરાક પેટે દર વર્ષે બે હજાર ટન ઘઉં અને ચાર લાખ લિટર શુદ્ધ ઓલિવ તેલ આપતો રહ્યો.
12
પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો.
13
શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા.
14
અને અદોનીરામને તેમના પર અધિકારી ઠરાવ્યો. તેણે તેમને દસ દસ હજારના ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા. તેમાંના પ્રત્યેક જૂથના માણસો એક માસ લબાનોનમાં ગાળતા અને પછીના બે માસ પાછા ઘેર રહેતા.
15
આ ઉપરાંત શલોમોન પાસે પર્વતીય પ્રદેશની પથ્થરની ખાણોમાં કામ કરનારા એંસી હજાર હતા; તેમાંના સિત્તેર હજાર તો પથ્થરવાહકો હતા.
16
તેમના કામની દેખરેખ માટે તેણે ત્રણ હજાર ત્રણસો મુકાદમો મૂક્યા.
17
શલોમોન રાજાની આજ્ઞાનુસાર તેમણે મંદિર માટે ખાસ પ્રકારના મોટા પથ્થરો ખોદી કાઢયા.
18
શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં.
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 6 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22