bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
2 Corinthians 8
2 Corinthians 8
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 9 →
1
ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે તમે જાણો એવી અમારી ઇચ્છા છે.
2
જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી ક્સોટી થઈ; પણ તેઓ પુષ્કળ આનંદમાં હતા. તેથી ઘણા ગરીબ હોવા છતાં તેમણે ખૂબ ઉદારતાથી દાન આપ્યું.
3
તેમણે જેટલું આપી શકાય તેટલું, બલ્કે, તેથી વિશેષ આપ્યું. હું એનો સાક્ષી છું.
4
યહૂદિયામાંના ઈશ્વરના લોકોને મદદ કરવામાં તેમનોય હિસ્સો લેવામાં આવે એવો આગ્રહ તેમણે અમને સ્વેચ્છાથી કર્યો.
5
અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા.
6
તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે.
7
વિશ્વાસ, વાણી, જ્ઞાન, મદદ કરવાની તમારી તમન્ના અને અમારા માટેનો તમારો પ્રેમ એ સર્વમાં તમે ધનવાન છો અને તેથી પ્રેમની આ સેવામાં તમે ઉદાર બનો એવી અમારી વિનંતી છે.
8
હું તમારે માટે કોઈ નિયમો નક્કી કરતો નથી, પણ તમે બીજાઓને મદદ કરવાને કેટલા આતુર છે, તે બતાવીને તમારો પ્રેમ કેટલો સાચો છે તે હું શોધી કાઢવા માગું છું.
9
કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.
10
આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે: ગયા વર્ષે તમે દાન ઉઘરાવવાની જે શરૂઆત કરી હતી તેને હવે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાપૂર્વક કરવામાં તમે જ પ્રથમ હતા.
11
તેથી તેમાં ચાલુ રહો, અને કાર્ય પૂરું કરો. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી, તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તેના દ્વારા તે યોજના પૂર્ણ કરો.
12
જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.
13
બીજાઓને મુક્ત કરવા માટે હું તમારા પર બોજ નાખવા માગતો નથી.
14
પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેમને તંગી છે તેમને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેમની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ, બંનેને સરખું મળશે.
15
શાસ્ત્રમાં લખેલું છે: “જેણે વધુ એકઠું કર્યું તેની પાસે વયું નહિ, અને જેણે ઓછું એકઠું કર્યું તેની પાસે ખૂટી ગયું નહિ.”
16
તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.
17
તેણે અમારી વિનંતી માન્ય રાખી એટલું જ નહિ, પણ મદદ કરવાને તે એટલો આતુર હતો કે તેણે સ્વેચ્છાએ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે.
18
તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ, જે શુભસંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રસંશાપાત્ર છે.
19
વળી, ઈશ્વરના માહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા, તેમ જ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂંક કરી છે.
20
આ ઉદાર દાનના ઉપયોગ વિષે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ.
21
માત્ર પ્રભુની દૃષ્ટિમાં જ નહિ, પણ માણસોની દૃષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે.
22
તેથી તેમની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે, અને હંમેશાં તે મદદ કરવા માટે આતુર માલૂમ પડયો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, અને તેથી તે મદદ કરવા વધુ તત્પર છે.
23
તિતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્યકર છે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે અને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે.
24
તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો; જેથી તમારા સંબંધી અમે યથાયોગ્ય ગર્વ કરીએ છીએ તેની સર્વ મંડળીઓને ખાતરી થાય.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 9 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13