bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
2 Corinthians 9
2 Corinthians 9
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 10 →
1
યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી.
2
તમે મદદ કરવા આતુર છો તેની મને ખબર છે. મકદોનિયાના લોકોની સમક્ષ મેં તે વિષે ગર્વ કરેલો છે. ગ્રીસના ભાઈઓ છેક ગયા વર્ષથી મદદ કરવાને આતુર છે એમ મેં જણાવ્યું હતું. તમારી આતુરતાથી ઘણાને પ્રોત્સાહન મળ્યું છે.
3
હવે હું આ ભાઈઓને મોકલું છું; જેથી તમારે વિષે અમે કરેલો ગર્વ તે ફક્ત શાબ્દિક જ ન રહે, પણ જેમ મેં જણાવ્યું છે તેમ તમે મદદ કરવાને તૈયાર રહેજો.
4
નહિ તો, જો મકદોનિયાના લોકો મારી સાથે આવશે અને તમે મદદ કરવા તૈયાર નથી તેવી તેમને ખબર પડશે તો તમારી શરમની વાત તો ઠીક, પણ તમારે વિષે આટલી ખાતરી ધરાવતા હોવાથી અમારે કેટલું શરમાવું પડે!
5
આ ભાઈઓ મારી પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું છે તે અગાઉથી ઉઘરાવી રાખે, તે માટે મેં તેમને વિનંતી કરવાનું જરૂરી ગણ્યું છે; જેથી જ્યારે હું આવું ત્યારે તે દાન તૈયાર હોય, અને તમે ફરજ પડયાથી નહિ, પણ સ્વેચ્છાએ આપો છો તેમ જણાય.
6
આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.
7
કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.
8
ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે; તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશાં મળશે, અને દરેક સારા ક્મને માટે જરૂર કરતાં પણ વધુ મળશે.
9
શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગરીબોને ઉદારતાથી આપે છે, અને તેમની ભલાઈ ચિરકાળ ટકે છે.”
10
વાવનારને બીજ અને ખાવા માટે ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરાં પાડશે, અને તેને વૃદ્ધિ આપશે; જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય.
11
તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે; જેથી અમારી મારફતે મળતાં તમારાં દાનથી, ઘણાં ઈશ્વરનો આભાર માનશે.
12
તમારી આ સેવા માત્ર ઈશ્વરના લોકોની જરૂરિયાતોને પહોંચી વળે છે એટલું જ નહિ, પણ સાથે સાથે તેનાથી ઘણા ઈશ્વરનો પુષ્કળ આભાર પણ માને છે.
13
એ સેવા દ્વારા તમે ખ્રિસ્તના સંદેશાની કરેલી કબૂલાત પ્રમાણે તેને આધીન રહો છો એનો પુરાવો મળ્યાથી અને તમારી અન્ય સૌ પ્રત્યે દાખવેલી ઉદારતાને કારણે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.
14
આમ, તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે; કારણ, ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે.
15
ઈશ્વરની અવર્ણનીય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ!
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 10 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13