bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Acts 5
Acts 5
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 6 →
1
અનાન્યા નામે એક માણસ હતો. તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પોતાની કેટલીક માલમિલક્ત વેચી નાખી,
2
અને અમુક રકમ પોતાને માટે રાખી મૂકી; તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને સોંપી દીધી.
3
પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.
4
તેં એ વેચી તે પહેલાં તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા. તો તેં તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહિ, પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે.”
5
એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.
6
યુવાનોએ અંદર આવીને તેને કફનમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો.
7
લગભગ ત્રણેક કલાક પછી તેની પત્ની આવી. પણ શું બન્યું હતું તેની તેને ખબર ન હતી.
8
પિતરે તેને પૂછયું, “તેં તથા તારા પતિએ શું આટલી જ કિંમતે જમીન વેચી હતી?” તેણે જવાબ આપ્યો, “હા, એટલી જ કિંમતે.”
9
તેથી પિતરે તેને કહ્યું, “તમે બન્નેએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો સંપ કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી પહોંચ્યા છે; હવે તેઓ તને પણ લઈ જશે!”
10
તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી.
11
આખી મંડળી અને જેઓએ તે વિષે સાંભળ્યું તે બધાને ખૂબ જ ડર લાગ્યો.
12
પ્રેષિતો દ્વારા લોકો મયે ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થતાં હતાં. સર્વ વિશ્વાસીઓ શલોમોનની પરસાળમાં એકત્ર થતા હતા.
13
જો કે લોકો તેમને માન આપતા હતા, તોપણ તેમની સંગતમાં જોડાવાને કોઈની હિંમત ચાલતી ન હતી.
14
પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે અને વધારે સ્ત્રીપુરુષો ઉમેરાતાં ગયાં.
15
પ્રેષિતોનાં કાર્યોને પરિણામે લોકો બીમાર માણસોને શેરીઓમાં ઊંચકી લાવતા અને ખાટલા કે પથારીઓ પર સૂવાડતા; જેથી પિતર ત્યાં થઈને જતો હોય, ત્યારે કંઈ નહિ તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે.
16
યરુશાલેમની આસપાસનાં નગરોમાંથી લોકોનાં ટોળેટોળાં પોતાના બીમાર માણસોને અને દુષ્ટાત્મા વળગેલાઓને લઈને આવતા અને તે બધાને સાજા કરવામાં આવતા.
17
પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે, સાદૂકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ ઈર્ષા આવી.
18
તેમણે પ્રેષિતોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા.
19
પણ તે રાત્રે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને કહ્યું,
20
“જાઓ, મંદિરમાં જઈને ઊભા રહો, અને આ નવીન જીવન વિષે લોકોને જણાવો.”
21
તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાયસભા બોલાવી. પછી તેમણે પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો.
22
પણ અધિકારીઓ જેલમાં આવ્યા ત્યારે ત્યાં તેમને પ્રેષિતો મળ્યા નહિ. તેથી તેમણે પાછા આવીને ન્યાયસભાને ખબર આપી:
23
“અમે જેલમાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે ત્યાં તાળાં બરાબર મારેલાં હતાં. સંરક્ષકો દરવાજા પર ચોકીપહેરો ભરતા હતા. પણ અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું.”
24
એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા.
25
પછી એક માણસે અંદર આવીને કહ્યું, “અરે, તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા તે માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે!”
26
તેથી અધિકારી સંરક્ષકો લઈને ઊપડયો અને પ્રેષિતોને પાછા લાવ્યો. પણ લોકો તેમને પથ્થરે મારશે એ બીકે તેમણે બળજબરી કરી નહિ.
27
તેમણે પ્રેષિતોને ન્યાયસભા સમક્ષ રજૂ કર્યા. પ્રમુખ યજ્ઞકારે તેમને પ્રશ્ર્ન પૂછયો,
28
“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”
29
પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.
30
ઈસુને તમે ક્રૂસ પર જડીને મારી નાખ્યા તે પછી આપણા પૂર્વજોના ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા.
31
ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. જેથી તે ઇઝરાયલીઓને પાપથી પાછા ફરવાની અને તેમનાં પાપની માફી મેળવવાની તક આપે.
32
ઈશ્વરને આધીન થનારાઓને મળતી ઈશ્વરની ભેટ એટલે પવિત્ર આત્મા તેમ જ અમે આ વાતોના સાક્ષી છીએ.”
33
એ સાંભળીને ન્યાયસભાના માણસો એટલા તો ક્રોધે ભરાયા કે તેમણે પ્રેષિતોને મારી નાખવાનો નિર્ધાર કર્યો.
34
પણ તેમનામાં ગમાલીએલ નામે એક ફરોશી હતો. તે નિયમશાસ્ત્રનો શિક્ષક પણ હતો. બધા લોકો તેનું ખૂબ સન્માન કરતા હતા. તે ન્યાયસભામાં ઊભો થયો અને તેણે પ્રેષિતોને બહાર લઈ જવા આજ્ઞા કરી.
35
પછી ન્યાયસભાને કહ્યું, “હે ઇઝરાયલના માણસો, આ માણસોને તમે જે કંઈ કરવાના હો તે વિષે સાવધ રહો.
36
કેટલાક સમય પહેલાં થ્યુદા નામનો એક માણસ થઈ ગયો. પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ ચારસો માણસો તેની સાથે જોડાયા હતા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા, એટલે તેની ચળવળ ખતમ થઈ ગઈ.
37
તે પછીથી વસતી ગણતરીના સમય દરમિયાન ગાલીલવાસી યહૂદા થઈ ગયો; તેણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું. તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વિખેરાઈ ગયા.
38
તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહિ. તેમને જેમ કરવું હોય તેમ કરવા દો; કારણ, જો તેમની આ યોજના અને કાર્ય માનવયોજિત હશે, તો તે પડી ભાંગશે;
39
પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહિ. કદાચ, તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બનો.” ન્યાયસભાએ ગમાલીએલની સલાહ માની.
40
તેમણે પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા, અને ઉપદેશ કરતાં ઈસુનું નામ લેવું નહિ એવી આજ્ઞા કરીને છોડી મૂક્યા.
41
ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા એવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા.
42
પછી મંદિરમાં અને લોકોનાં ઘરમાં તેમણે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષેના શુભસંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યાં.
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 6 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28