bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Acts 9
Acts 9
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 10 →
1
એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો,
2
અને દમાસ્ક્સમાં આવેલાં યહૂદી ભજનસ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈપણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રીપુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરુશાલેમ લઈ આવે.
3
દમાસ્ક્સ જતાં જતાં તે શહેરની નજીક આવ્યો ત્યારે એકાએક તેની આજુબાજુ આકાશમાંથી પ્રકાશ ચમક્યો.
4
તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”
5
તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”
6
ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.”
7
શાઉલની સાથે મુસાફરી કરી રહેલા માણસો સ્તબ્ધ થઈ ગયા; તેમણે અવાજ તો સાંભળ્યો, પણ કોઈને જોઈ શક્યા નહિ.
8
શાઉલ જમીન પરથી ઊભો થયો અને તેણે પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્ક્સમાં દોરી ગયા.
9
ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
10
દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”
11
“‘સીધી શેરી’માં જા, અને યહૂદાને ઘેર જઈને તાર્સસના શાઉલની મુલાકાત લે. તે પ્રાર્થના કરે છે,
12
અને સંદર્શનમાં તેણે જોયું છે કે અનાન્યા નામનો એક માણસ આવીને તેના પર હાથ મૂકે છે અને તેથી તે ફરીથી દેખતો થાય છે.”
13
અનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને એ માણસ વિષે અને યરુશાલેમમાંના તમારા લોકો પર તેણે જે કાળો કેર વર્તાવ્યો છે તે વિષે કહ્યું છે.
14
વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.”
15
પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે.
16
અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”
17
તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.”
18
પછી તરત જ માછલીનાં ભીંગડાંના આકારનું કંઈક શાઉલની આંખ પરથી ખરી પડયું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઊઠીને બાપ્તિસ્મા લીધું;
19
અને જ્મ્યા પછી તેનામાં શક્તિ પાછી આવી. શાઉલ કેટલાક દિવસો સુધી દમાસ્ક્સમાંના શિષ્યો સાથે રહ્યો.
20
તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”
21
તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?”
22
પણ શાઉલનો પ્રચાર એથી પણ વિશેષ જોરદાર બન્યો, અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તે અંગે તેણે આપેલા પુરાવા એવા ખાતરીદાયક હતા કે દમાસ્ક્સમાં રહેતા યહૂદીઓ તેને જવાબ આપી શક્યા નહિ.
23
ઘણા દિવસો પસાર થયા પછી યહૂદીઓએ એકત્ર થઈને શાઉલને મારી નાખવાનું કાવતરું ઘડયું.
24
પણ તેમની યોજનાની તેને ખબર પડી ગઈ. તેને મારી નાખવા માટે તેઓ રાતદિવસ શહેરના દરવાજાઓ પર ચોકીપહેરો રાખતા.
25
પણ એક રાત્રે શાઉલના શિષ્યોએ તેને ટોપલામાં બેસાડીને કોટની એક બારીમાં થઈને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
26
શાઉલ યરુશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. બધા તેનાથી ડરતા હતા.
27
પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું.
28
તેથી શાઉલ તેમની સાથે રહ્યો અને આખા યરુશાલેમમાં પ્રભુના નામમાં હિંમતપૂર્વક પ્રચાર કરતો ફર્યો.
29
ગ્રીક બોલતા યહૂદીઓની સાથે પણ તેણે ચર્ચા કરી, પણ તેમણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો.
30
ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો.
31
અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.
32
પિતર બધી જગ્યાએ મુસાફરી કરતો હતો. એકવાર તે લુદામાં રહેતા સંતોની મુલાકાતે ગયો.
33
ત્યાં તે એનિયસ નામના એક માણસને મળ્યો; તેને લકવા થયો હતો અને આઠ વર્ષથી પથારીવશ હતો.
34
પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો.
35
લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.
36
જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.
37
એ વખતે તે બીમાર પડી અને મરી ગઈ. તેના શબને નવડાવીને ઉપલે માળે ઓરડીમાં રાખ્યું હતું.
38
જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.”
39
તેથી પિતર તૈયાર થઈને તેમની સાથે ગયો. તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને ઉપલે માળે ઓરડીમાં લઈ ગયા. બધી વિધવાઓ તેને ઘેરી વળી અને તે જીવતી હતી ત્યારે તેણે જે પહેરણ અને ઝભ્ભા બનાવ્યા હતા તે તેને બતાવતાં તેઓ રડવા લાગી.
40
પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી.
41
પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી.
42
આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.
43
જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો.
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 10 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28