bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Exodus 26
Exodus 26
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 27 →
1
“મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.
2
દરેક પડદો એક જ માપનો એટલે, બાર મીટર લાંબો, અને બે મીટર પહોળો બનાવવો.
3
પાંચ પડદા એકબીજા સાથે સીવીને એક સમૂહ બનાવવો અને એ જ પ્રમાણે બાકીના પાંચ પડદા પણ સીવવા.
4
દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં.
5
પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવવાં. નાકાં એકબીજાની સામસામે આવે એ રીતે બનાવવાં.
6
આ બન્ને સમૂહોને જોડી દઈ એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવવી.
7
“તારે બકરાંના વાળમાંથી બનાવેલ કાપડના અગિયાર પડદામાંથી મંડપનું આચ્છાદન બનાવવું.
8
આ અગિયારે પડદા એક જ માપના એટલે તેર મીટર લાંબા, અને બે મીટર પહોળા બનાવવા.
9
આમાંથી પાંચ પડદા એક સાથે સીવીને એક સમૂહ બનાવવો અને બાકીના છ પડદામાંથી બીજો સમૂહ બનાવવો. છઠ્ઠો પડદો મંડપના આગલા ભાગમાં બેવડો વાળી દેવો.
10
પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં અને બીજા સમૂહના પહેલા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં બનાવવા.
11
તાંબાની પચાસ કડીઓ બનાવવી અને એમને નાકાંમાં પરોવીને પડદાના બન્ને સમૂહો જોડી દઈ આખા મંડપનું આચ્છાદન બનાવવું.
12
વધારાનો અડધો ટુકડો મંડપની પાછળના ભાગમાં લટક્તો રાખવો.
13
મંડપની બન્ને બાજુએ પચાસ સેન્ટીમીટર જેટલો વધારાનો પડદો મંડપને ઢાંકી દેવા બન્ને બાજુએ લટક્તો રાખવો.
14
“તારે બીજાં બે આચ્છાદન પણ બનાવવાં: એક આચ્છાદન ઘેટાંના લાલ રંગેલાં ચામડામાંથી બનાવવું. બીજું આચ્છાદન ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડામાંથી બનાવવું અને તે ઉપરના આચ્છાદન તરીકે વપરાય.
15
“મંડપ માટે બાવળનાં લાકડાનાં પાટિયાં બનાવી ઊભા મૂકવાં.
16
દરેક પાટિયું 4 મીટર લાંબું અને 66 સેન્ટીમીટર પહોળું બનાવવું.
17
વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર એવાં સરખા માપનાં બે સાલ હોવાં જોઈએ. બધાં પાટિયાંમાં આવાં સાલ હોવાં જોઈએ.
18
દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં બનાવવાં
19
અને તેમની નીચે મૂકવા ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવવી. દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવવી.
20
મંડપની ઉત્તર બાજુ માટે પણ વીસ પાટિયાં રાખવાં
21
અને દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવવી.
22
મંડપની પાછળની બાજુએ એટલે પશ્ર્વિમ બાજુએ છ પાટિયાં રાખવાં
23
અને ખૂણાઓ માટે બે પાટિયાં બનાવવાં.
24
ખૂણાનાં પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. બન્ને ખૂણા માટે એ રીતે પાટિયાં બનાવવાં.
25
આમ, ચાર ખૂણા માટે આઠ પાટિયાં અને દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની સોળ કૂંભીઓ હોય.
26
“તારે બાવળના લાકડાંની પંદર વળીઓ બનાવવી. મંડપના એક બાજુનાં પાટિયાં માટે પાંચ,
27
તેની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ અને મંડપની પાછળની એટલે પશ્ર્વિમ બાજુના પાટિયાં માટે પાંચ વળીઓ બનાવવી.
28
વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી આવે. પાટિયાં સોનાથી મઢી લેવાં અને તેમાં વળીઓ પરોવવા સોનાનાં કડાં બનાવવાં.
29
વળીઓ પણ સોનાથી મઢી લેવી.
30
મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે જ પ્રમાણે મંડપ ઊભો કરવાનો છે.
31
“તારે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદો બનાવવો અને તેના પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.
32
તે પડદાને બાવળનાં લાકડાનાં ચાર થાંભલા પર લટકાવવો. એ થાંભલા સોનાથી મઢી લેવા. તેમની કડીઓ પણ સોનાની બનાવવી. આ થાંભલા ચાંદીની કૂંભીઓમાં બેસાડવા.
33
મંડપના આચ્છાદનમાં બેસાડેલી કડીઓની હાર નીચે પડદો લટકાવવો. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ સંચિત કરારપેટી આ પડદાની પાછળ મૂકવી. આ પડદો પરમ પવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડશે.
34
સાક્ષ્યલેખની કરારપેટીને દયાસનથી ઢાંકી દેવી.
35
પરમ પવિત્રસ્થાનની બહાર ઉત્તર તરફ મેજ મૂકવું અને દક્ષિણ તરફ દીપવૃક્ષ મૂકવું.
36
“મંડપના પ્રવેશદ્વાર માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી ભરત ભરેલો પડદો બનાવવો.
37
આ પડદા માટે સોનાથી મઢેલ બાવળના લાકડાના પાંચ થાંભલા બનાવવા. તેની કડીઓ સોનાની હોવી જોઈએ. વળી, આ થાંભલા માટે તાંબાની પાંચ કૂંભીઓ બનાવવી.”
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 27 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40