bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Exodus 38
Exodus 38
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 37
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 39 →
1
હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી.
2
તેણે ચાર ખૂણા પર વેદી સાથે એકરૂપ હોય એવાં શિંગ બનાવ્યાં. તેણે તેને તાંબાથી મઢી.
3
વળી તેણે વેદી માટેનાં સાધનો, એટલે, ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા, અને અંગારપાત્રો બનાવ્યાં. આ સર્વ સાધનો તાંબાના બનાવેલાં હતાં.
4
તેણે તાંબાની જાળી બનાવીને તેને વેદીની ધારની નીચે એવી રીતે મૂકી કે જેથી તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે.
5
તેણે તાંબાનાં ચાર કડાં બનાવ્યાં અને તેમને ચાર ખૂણા પર જડયાં.
6
તેણે બાવળના લાકડામાંથી તેને ઊંચકવા માટેના દાંડા બનાવ્યા અને તેમને તાંબાથી મઢી લીધા.
7
તેણે તેમને વેદીની દરેક બાજુના કડાંમાં પરોવ્યાં. વેદી પાટિયાંની બનાવેલી અને પોલાણવાળી હતી.
8
મુલાકાતમંડપના દ્વાર પાસે સેવા કરનાર સ્ત્રીઓના અરીસામાંથી તેણે તાંબાનો જળકુંડ અને તેની તાંબાની બેઠક બનાવ્યાં.
9
તેણે ઝીણા કાંતેલા અળસીરેસાના પડદામાંથી મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા હતા
10
અને તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હતા. આ સ્તંભો માટે તાંબાની વીસ કૂંભીઓ હતી, અને તેમની કડીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.
11
ઉત્તર બાજુએ પણ આંગણું એવું જ હતું.
12
પશ્ર્વિમ બાજુએ પડદા 22 મીટર લાંબા હતા. તેને માટે દસ સ્તંભો અને દસ કૂંભીઓ હતાં અને તેમની કળીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં.
13
પૂર્વ બાજુએ જ્યાં પ્રવેશદ્વાર હતું ત્યાં પણ આંગણું 22 મીટર પહોળું હતું.
14
પ્રવેશદ્વારની દરેક બાજુએ 6.6 મીટરના પડદા હતા અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભીઓ હતાં.
16
આંગણાની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી બનાવેલા હતા.
17
સ્તંભો માટેની કૂંભીઓ તાંબાની બનાવેલી હતી અને કડીઓ, સળિયાઓ અને સ્તંભોની ટોચ ચાંદીના બનાવેલાં હતાં. વળી, આંગણાની આસપાસ આવેલા બધા સ્તંભો ચાંદીના સળિયા વડે જોડેલા હતા.
18
આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો બનાવેલો હતો અને તેના પર કુશળ કારીગરીનું ભરતકામ કરેલું હતું. આંગણાના પડદાની જેમ આ પડદો પણ 9 મીટર લાંબો અને 2 મીટર ઊંચો હતો.
19
તેને માટે ચાર સ્તંભો અને તાંબાની ચાર કૂંભીઓ હતાં. તેમની ચાર કડીઓ, ટોચ તથા સળિયાઓ ચાંદીનાં બનાવેલાં હતાં.
20
મંડપ તેમજ આસપાસના આંગણા માટેના સર્વ ખીલા તાંબાના બનાવેલા હતા.
21
સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.
22
યહૂદાના કુળના ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સઘળું બનાવ્યું.
23
દાનના કુળના અહિસામાખનો પુત્ર ઓહોલીઆબ તેનો મદદગાર હતો. તે શિલ્પી, બાહોશ કલાકાર અને બારીક અળસી રેસા તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનું ભરતગૂંથણ કરનાર હતો.
24
પવિત્રસ્થાન માટે પ્રભુને અર્પવામાં આવેલા સઘળા સોનાનું વજન પવિત્રસ્થાનના શેકેલના તોલમાપની ગણતરી મુજબ 1,000 કિલોગ્રામ હતું.
25
ઇઝરાયલી સમાજમાંથી જેમની ગણતરી થઈ તેમની પાસેથી પવિત્રસ્થાનના શેકલના તોલમાપની ગણતરી મુજબ 3,440 કિલોગ્રામ ચાંદી મળી.
26
એ બધી ચાંદી જેમની ગણતરી થઈ એવા વીસ વરસ કે તેથી વધુ ઉંમરના 6,03,550 પુરુષો પાસેથી મળી હતી. પ્રત્યેક પુરુષે એક બેકા એટલે પવિત્રસ્થાનના તોલમાપના ધોરણ મુજબનો અર્ધો શેકલ અર્થાત્ 5.7 ગ્રામ ચાંદી આપી હતી.
27
એમાંથી દરેક કૂંભી માટે 34 કિલોગ્રામ લેખે પવિત્ર મંડપ અને પડદાઓની સો કૂંભીઓ બનાવવામાં 3,400 કિલોગ્રામ ચાંદી વપરાઈ હતી.
28
બાકીની ચાંદીમાંથી બસાલએલે સ્તંભો માટેના સળિયા, કડીઓ અને તેમની ટોચ બનાવ્યાં.
29
પ્રભુને અર્પણ કરવામાં આવેલ તાંબાનું કુલ વજન 2,425 કિલોગ્રામ હતું.
30
તેનાથી બસાલએલે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર માટે કૂંભીઓ, તાંબાની વેદી તથા તેની જાળી તથા તેની સઘળી સાધનસામગ્રી,
31
આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા.
← Chapter 37
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 39 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Recommended Reading
Commentary
Exodus Commentaries
→
Devotional
Exodus Devotional Guide
→
Get This Bible
GUCL Study Bible
→