bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Hebrews 10
Hebrews 10
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 11 →
1
વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે?
2
ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને તેમનાં પાપોમાંથી સાચે જ શુદ્ધ કરવામાં આવ્યા હોત, તો તેમનું પાપ તેમને ડંખ્યા કરતું ન હોત, અને બધાં બલિદાનો બંધ થઈ ગયાં હોત.
3
અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે.
4
કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.
5
આ જ કારણથી, જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવવાના હતા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું, “તમે બલિદાનો અને અર્પણો ઇચ્છતા નથી, પરંતુ તમે મારે માટે શરીર તૈયાર કર્યું છે.
6
વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્ન થતા નથી.
7
ત્યારે મેં કહ્યું, ‘હે ઈશ્વર, નિયમના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે તેમ, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.”
8
પ્રથમ તેમણે કહ્યું, “વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્ન થતા નથી.” આ બધાં બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરાતાં હતાં, છતાં તેમણે એમ કહ્યું.
9
ત્યાર પછી તેમણે કહ્યું, “હે ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.” તેથી ઈશ્વર બધાં જૂનાં બલિદાનોને રદ કરીને તેની જગ્યાએ ખ્રિસ્તના બલિદાનને સ્થાન આપે છે.
10
કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે.
11
દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ.
12
પણ ખ્રિસ્ત તો પાપના નિવારણ માટે સર્વકાળને માટે યોગ્ય એવું એક જ બલિદાન આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા છે.
13
ત્યાં હવે તે પોતાના શત્રુઓને ઈશ્વર તેમના પગ મૂકવાનું આસન બનાવે તેની રાહ જુએ છે.
14
આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે.
15
પવિત્ર આત્મા પણ તે વાતની સાક્ષી પૂરે છે. પ્રથમ તે કહે છે:
16
“પ્રભુ કહે છે: આવનાર દિવસોમાં તેમની સાથે હું આ કરાર કરીશ: હું મારા નિયમો તેમનાં હૃદયોમાં મૂકીશ અને તેમનાં મન ઉપર તે લખીશ.”
17
પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.”
18
તેથી જો આ બધાંની માફી મળી ગઈ હોય, તો પાપના નિવારણ માટે હવે કોઈ અર્પણની જરૂર નથી.
19
તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.
20
તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.
21
આપણને તો ઈશ્વરના ઘરના વહીવટર્ક્તા તરીકે મહાન યજ્ઞકાર મળેલા છે.
22
તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.
23
જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ.
24
આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ.
25
કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.
26
કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી.
27
એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ.
28
જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે.
29
તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!
30
કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ.
31
જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!
32
તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ.
33
ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા.
34
કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.
35
તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.
36
તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે.
37
કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ.
38
મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્ન નહીં થાઉં.”
39
પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ.
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 11 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Recommended Reading
Commentary
Hebrews Commentaries
→
Devotional
Hebrews Devotional Guide
→
Get This Bible
GUCL Study Bible
→