bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Hebrews 13
Hebrews 13
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
1
ભ્રાતૃપ્રેમ જારી રાખો.
2
તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી.
3
જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.
4
સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.
5
દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”
6
તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”
7
તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.
8
ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.
9
ભિન્નભિન્ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.
10
યહૂદી મંડપના યજ્ઞકારોને આપણી વેદી પરથી ખાવાનો કોઈ અધિકાર નથી.
11
યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે.
12
આ જ કારણથી ઈસુ પણ શહેરના દરવાજાની બહાર મૃત્યુ પામ્યા, જેથી પોતાના રક્ત દ્વારા તે લોકોને તેમનાં પાપમાંથી શુદ્ધ કરી શકે.
13
તેથી આપણે પણ તેમની સાથે બહાર જઈને તેમની શરમના ભાગીદાર બનીએ.
14
કારણ, આ દુનિયામાં આપણે માટે કાયમી નગર છે જ નહિ; આપણે તો આવનાર ભાવિ નગરની રાહ જોઈએ છીએ.
15
તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.
16
સારું કરવાનું ન ચૂકો, તેમજ એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, એવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે.
17
તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.
18
અમારે માટે હંમેશાં પ્રાર્થના કરો. અમને ખાતરી છે કે અમારું અંત:કરણ શુદ્ધ છે. કારણ, અમે હંમેશાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
19
હું તમને વિશેષ આગ્રહથી વિનંતી કરું છું કે ઈશ્વર મને જલદીથી તમારી પાસે મોકલે તે માટે પ્રાર્થના કરો.
20
હવે શાંતિદાતા ઈશ્વર જેમણે ઘેટાંઓના મહાન પાલક આપણા પ્રભુ ઈસુને, સનાતન કરાર પાકો કરવા માટે પોતાનું રક્ત રેડવાને કારણે સજીવન કર્યા,
21
તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.
22
મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, આ ઉત્તેજનદાયક સંદેશા પર ધીરજથી ધ્યાન આપો. કારણ, આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે.
23
આપણા ભાઈ તિમોથીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે તે હું તમને જણાવવા માગું છું. જો તે સમયસર આવશે, તો હું તમને મળવા આવીશ ત્યારે તેને સાથે લેતો આવીશ.
24
તમારા સર્વ આગેવાનો અને ઈશ્વરના સર્વ લોકોને અમારી શુભેચ્છા પાઠવજો. ઇટાલીના ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે.
25
ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે હો.
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Recommended Reading
Commentary
Hebrews Commentaries
→
Devotional
Hebrews Devotional Guide
→
Get This Bible
GUCL Study Bible
→