bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Jonah 2
Jonah 2
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
1
યોનાએ માછલીના પેટમાંથી પોતાના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી:
2
“હે પ્રભુ, મારા સંકટમાં મેં તમને હાંક મારી એટલે તમે મને જવાબ આપ્યો. મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી મેં પોકાર કર્યો એટલે તમે મારું સાંભળ્યું.
3
તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં.
4
મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ?
5
પાણીના ઘેરાવથી હું ગૂંગળાઈ ગયો, અને હું દરિયામાં પૂરેપૂરો ડૂબી ગયો, અને મારા માથા પર દરિયાઈ છોડ વીંટળાઈ ગયા.
6
હું છેક પર્વતોના તળિયે, હા, મને સદાને માટે કેદ કરી દેનાર દુનિયામાં આવી પડયો. પણ હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઊંડાણમાંથી ઉગારી લીધો.
7
હું મરવાની અણી પર આવી પહોંચ્યો ત્યારે હે પ્રભુ, મેં તમારું સ્મરણ કર્યું, અને તમારા પવિત્ર મંદિરમાંથી તમે મારી પ્રાર્થના માન્ય કરી.
8
વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,
9
પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!”
10
પ્રભુની આજ્ઞાથી માછલીએ યોનાને કિનારા પર ઓકી કાઢયો.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
All chapters:
1
2
3
4