bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Jonah 3
Jonah 3
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 4 →
1
યોના પાસે ફરીવાર પ્રભુનો સંદેશો આવ્યો:
2
“ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.”
3
પ્રભુની આજ્ઞા પ્રમાણે યોના ઊઠીને નિનવે ગયો. નિનવે તો એટલું મોટું શહેર હતું કે તેમાં થઈને પસાર થતાં ત્રણ દિવસ લાગે.
4
શહેરમાં એક દિવસ જેટલું ચાલ્યા પછી યોનાએ પોકાર કર્યો: “ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”
5
નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો.
6
એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.
7
તેણે નિનવેના લોકોમાં આવું જાહેરનામું બહાર પાડયું: “રાજા અને તેમના અમલદારોનો આ આદેશ છે: કોઈએ કંઈ ખાવાનું નથી. લોકો, ઢોરઢાંક કે ઘેટાંને ખાવાપીવાની મનાઈ છે.
8
સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં.
9
કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”
10
લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 4 →
All chapters:
1
2
3
4