bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Judges 10
Judges 10
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 11 →
1
અબિમેલેખના અવસાન પછી ઇઝરાયલના બચાવ માટે દોદોના પુત્ર પૂઆનો પુત્ર તોલા ઊભો થયો. તે ઇસ્સાખારના કુળનો હતો અને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા શામીરમાં રહેતો હતો.
2
તે ત્રેવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો. તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવવામાં આવ્યો.
3
તોલા પછી ગિલ્યાદમાંથી યાઈર ઊભો થયો. તે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો.
4
તેને ત્રીસ પુત્રો હતા અને તેઓ ત્રીસ ગધેડા પર સવારી કરતા હતા. તેમની પાસે ગિલ્યાદ પ્રાંતમાં ત્રીસ નગરો હતાં. એ નગરો આજે પણ યાઈરની વસાહતો તરીકે ઓળખાય છે.
5
યાઈર મૃત્યુ પામ્યો અને તેને કામોનમાં દફનાવવામાં આવ્યો.
6
ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.
7
તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા.
8
યર્દન નદીની પૂર્વ તરફ ગિલ્યાદમાં આવેલા અમોરીઓના પ્રદેશમાં વસતા સર્વ ઇઝરાયલીઓ પર તેમણે અઢાર વર્ષ સુધી જોરજુલમ અને સતાવણી કર્યાં.
9
વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા.
10
પછી ઇઝરાયલીઓએ પ્રભુને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કારણ, અમે તમારો, એટલે અમારા ઈશ્વરનો ત્યાગ કર્યો છે, અને બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
11
પ્રભુએ તેમને જવાબ આપ્યો, “ભૂતકાળમાં તમારા પર ઇજિપ્તીઓ, અમોરીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ,
12
સિદોનીઓ, અમાલેકીઓ અને માઓનીઓએ જુલમ કર્યો હતો, અને ત્યારે તમે મને પોકાર કર્યો હતો, ત્યારે શું મેં તમને બચાવ્યા નહોતા?
13
પણ તમે તો મારો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની ઉપાસના કરી છે, તેથી હવે હું તમને છોડાવવાનો નથી.
14
તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જઈને પોકારો કે તેઓ તમને તમારા સંકટમાંથી છોડાવે.”
15
પણ ઇઝરાયલી લોકોએ પ્રભુને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. પણ અમને આટલી વાર બચાવો.”
16
એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.
17
પછી આમ્મોની સૈન્યે લડાઈને માટે તૈયાર થઈ ગિલ્યાદમાં છાવણી નાખી. ઇઝરાયલના માણસો પણ એકઠા થયા અને તેમણે ગિલ્યાદના મિસ્પામાં છાવણી નાખી.
18
ત્યાં લોકો અને ઇઝરાયલી કુળોના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા થઈ, “આમ્મોનીઓ સામેની લડાઈમાં આગેવાની કોણ આપશે? જે કોઈ આગેવાની આપે તે ગિલ્યાદના સર્વ લોકોનો આગેવાન થાય.”
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 11 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21