bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Judges 20
Judges 20
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 19
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 21 →
1
ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.
2
ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા.
3
દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે. ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?”
4
જેની ઉપપત્નીનું ખૂન થયું હતું તે લેવીએ જવાબ આપ્યો, “મારી ઉપપત્ની અને હું, અમે રાતવાસા માટે બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયાં હતાં.
5
ગિબ્યાના માણસો મને પકડી જવા આવ્યા અને ઘરને રાત્રે ઘેરી વળ્યા. તેમનો ઇરાદો મને મારી નાખવાનો હતો; પણ એને બદલે, તેમણે મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મૃત્યુ પામી.
6
મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે.
7
અહીં એકઠા થયેલા સૌ ઇઝરાયલીઓ હવે આનો ફેંસલો કરો.”
8
સર્વ લોકો એકીસાથે ઊભા થઈ ગયા અને બોલ્યા, “આપણામાંનો કોઈ, પછી તે તંબુમાં રહેતો હોય કે ઘરમાં પણ પોતાને ઘેર ન જાય.
9
આપણે આમ કરીએ: આપણે ગિબ્યા પર હુમલો કરવા માટે પાસાં ફેંકીએ.
10
આપણામાંથી દસમા ભાગના લોકો એટલે, ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સોની ટુકડીમાંથી દસદસ, દર હજારની ટુકડીમાંથી સોસો, તથા દર દસ હજારની ટુકડીમાંથી હજાર હજાર માણસોને સૈન્યને ખોરાક પૂરો પાડવા રાખીશું, જ્યારે બાકીના લોકો ઇઝરાયલમાં બનેલા આ અનૈતિક કામ માટે ગિબ્યાના લોકોને શિક્ષા કરવા જશે.
11
આમ ગિબ્યા પર હુમલો કરવા માટે ઇઝરાયલના સર્વ માણસો એકચિત્તે સંગઠિત થયા.”
12
ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળપ્રદેશમાં સર્વત્ર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “તમે આ કેવો દુરાચાર કર્યો છે?
13
તો હવે ગિબ્યાના એ દુષ્ટો અમને સોંપી દો કે અમે તેમને મારી નાખીને ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરીએ.” પણ બિન્યામીનના લોકોએ પોતાના સાથી ઇઝરાયલીઓનું કહેવું ગણકાર્યું નહિ.
14
તેઓ બિન્યામીનના સર્વ નગરોમાંથી પોતાના સાથી ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કરવા ગિબ્યામાં ભેગા થયા.
15
તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ.
17
બિન્યામીનના કુળને બાદ કરતાં, ઇઝરાયલીઓએ ચાર લાખ તલવાર ચલાવનાર શૂરવીર સૈનિકો એકઠા કર્યા.
18
ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.”
19
તેથી ઇઝરાયલીઓ બીજી સવારે ઉપડયા અને ગિબ્યા નગર પાસે છાવણી નાખી.
20
તેઓ બિન્યામીનના સૈન્ય પર હુમલો કરવા ગયા અને નગરની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો.
21
નગરમાંથી બિન્યામીનનું સૈન્ય બહાર ધસી આવ્યું અને તે દિવસે બાવીસ હજાર ઈઝરાયલી સૈનિકોનો સંહાર કર્યો.
22
પછી ઇઝરાયલીઓ ભક્તિસ્થાને ગયા અને પ્રભુની સમક્ષ સાંજ સુધી શોક કર્યો. તેમણે તેમને પૂછયું, “અમે અમારા ભાઈઓ એટલે બિન્યામીનીઓ સામે યુદ્ધ કરવા જઈએ?” પ્રભુએ કહ્યું, “હા, તેમના પર હુમલો કરો.” તેથી ઇઝરાયલી સૈન્યમાં હિંમત આવી અને આગલા દિવસે તેમણે જ્યાં મોરચો ગોઠવ્યો હતો ત્યાં જ સૈનિકો ગોઠવ્યા.
24
તેમણે બીજી વખત બિન્યામીનના સૈન્ય સામે લડવા કૂચ કરી.
25
આ બીજી વાર પણ બિન્યામીનીઓ ગિબ્યામાંથી બહાર ધસી આવ્યા અને અઢાર હજાર ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા; તેઓ સૌ તલવાર ચલાવનાર હતા.
26
પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.
27
એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?” પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.”
29
તેથી ઇઝરાયલીઓએ કેટલાક સૈનિકોને ગિબ્યાની આસપાસ સંતાડી રાખ્યા.
30
પછી સતત ત્રીજે દિવસે પણ તેમણે બિન્યામીનના સૈન્ય સામે યુદ્ધ કરવા આગેકૂચ કરી અને પહેલાંની જેમ જ ગિબ્યાની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો.
31
બિન્યામીનીઓ લડવા માટે બહાર ધસી આવ્યા અને તેમને નગરથી દૂર ખેંચી જવામાં આવ્યા. પહેલાંની જેમ જ તેમણે ખુલ્લા પ્રદેશમાં બેથેલને રસ્તે તેમ જ ગિબ્યાને રસ્તે ઇઝરાયલીઓની ક્તલ કરી. તેમણે આશરે ત્રીસેક ઇઝરાયલીઓને મારી નાખ્યા.
32
બિન્યામીનીઓ બોલ્યા, “આ વખતે પણ આપણે તેમને પહેલાંની જેમ માર્યા છે.” પણ ઇઝરાયલીઓએ પીછેહઠ કરીને તેમને નગરથી દૂર રસ્તાઓ પર ખેંચી જવાનો વ્યૂહ રચ્યો હતો.
33
તેથી જ્યારે ઇઝરાયલીઓના મુખ્ય સૈન્યે પીછેહઠ કરીને બઆલ-તામાર આગળ વ્યૂહ રચ્યો, ત્યારે ગિબ્યાની આસપાસના ખડકાળ પ્રદેશમાં સંતાઈ રહેલા લોકો તેમના સંતાવાના સ્થાનમાંથી અચાનક ધસી આવ્યા.
34
સમસ્ત ઇઝરાયલમાંથી દશ હજાર ચુનંદા સૈનિકોએ ગિબ્યા પર હુમલો કર્યો, અને ઉગ્ર જંગ ખેલાયો. બિન્યામીનીઓને તો ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેમનો ખાતમો બોલી જવાનો છે.
35
પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા.
36
બિન્યામીનીઓને ખ્યાલ આવ્યો કે તેમનો પરાજય થયો છે. ઇઝરાયલી સૈન્યના મુખ્ય દળે બિન્યામીનીઓ આગળ પીછેહઠ કરી, કારણ, ગિબ્યાની આસપાસ સંતાઈ રહેલા માણસો પર તેમનો મદાર હતો.
37
એ માણસો સત્વરે ગિબ્યામાં દોડી ગયા અને નગરમાં ફરી વળી સૌને મારી નાખ્યા.
38
ઇઝરાયલના મુખ્ય દળ અને સંતાઈ રહેલા માણસો વચ્ચે એક સંકેતની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા ગગનમાં ચડતા દેખાય,
39
ત્યારે રણમેદાન પરના ઇઝરાયલીઓએ પાછા વળીને ધસવાનું હતું. દરમ્યાનમાં, બિન્યામીનીઓએ ત્રીસ ઇઝરાયલીઓને મારી નાખ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા, “આપણે આ વખતે પણ પહેલાંની જેમ તેમને માર્યા છે.”
40
પછી પેલો સંકેત દેખાયો. નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઊંચે ચડવા લાગ્યા. બિન્યામીનીઓએ પાછા ફરીને જોયું તો આખા નગરમાંથી અગ્નિની જ્વાળાઓ ઊંચે ચડતી હતી.
41
પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે!
42
તેમણે ઇઝરાયલીઓ આગળ પીછેહઠ કરી અને ખુલ્લા પ્રદેશ તરફ નાઠા, પણ તેઓ છટકી શક્યા નહિ. તેઓ સૈન્યના મુખ્ય દળના તથા નગરમાંથી બહાર ધસી આવતા માણસોના સકંજામાં આવી પડયા, અને તેમનો સંહાર થયો.
43
તેઓ બિન્યામીનીઓને ઘેરી વળ્યા અને ગિબ્યાની પૂર્વ બાજુ તેની નજદીક સુધી તેમનો સતત પીછો કરીને તેમને માર્યા.
44
બિન્યામીનના અઢાર હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા.
45
બીજા કેટલાક ખુલ્લા પ્રદેશ તરફ વળીને રિમ્મોન ખડક તરફ ગયા. તેમાંથી પાંચ હજારનો તો રસ્તા પર જ સંહાર થયો. ઇઝરાયલીઓએ બાકીના લોકોનો છેક ગિદોમ સુધી પીછો કરીને બે હજારને મારી નાખ્યા.
46
એક દિવસે એકંદરે પચ્ચીસ હજાર બિન્યામીનીઓ માર્યા ગયા અને એમાંના બધા શૂરા સૈનિકો હતા.
47
પણ તેમાંથી છસો માણસો ખુલ્લા પ્રદેશમાં થઈને રિમ્મોન ખડક નાસી જઈને બચી ગયા અને ત્યાં તેઓ ચાર માસ રહ્યા.
48
ઇઝરાયલીઓ પાછા વળીને બાકીના બિન્યામીનીઓ પર ત્રાટક્યા અને તેમનાં સ્ત્રીપુરુષો, બાળકો અને ઢોરઢાંક સર્વસ્વનો નાશ કર્યો. એ વિસ્તારનાં બધાં નગરો તેમણે બાળી નાખ્યાં.
← Chapter 19
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 21 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21