bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Lamentations 4
Lamentations 4
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 5 →
1
આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે.
2
સિયોનના યુવાનો સોના જેવા કીમતી હતા; પણ હવે કુંભારે બનાવેલાં માટીનાં પાત્રો જેવાં સામાન્ય બની ગયા છે.
3
વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે.
4
ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી.
5
એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે.
6
ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે.
7
અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું.
8
પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે.
9
લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.
10
મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.
11
પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે.
12
દુશ્મનો ચઢાઈ કરીને યરુશાલેમના દરવાજાઓમાં પ્રવેશ કરશે એવું પરદેશી પ્રજાઓના રાજાઓ કે બીજા કોઈએ પણ માન્યું નહોતું.
13
પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!
14
તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી.
15
લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી.
16
પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી.
17
ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.
18
દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે.
19
અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા.
20
અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.
21
હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.
22
સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે.
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 5 →
All chapters:
1
2
3
4
5