bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Lamentations 5
Lamentations 5
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
1
હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો.
2
અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.
3
અમે અનાથ બન્યા છીએ, અમારા પિતાઓને દુશ્મને મારી નાખ્યા છે; અમારી માતાઓ વિધવા થઈ છે.
4
અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે.
5
અમારી ગરદનો પર ઝૂંસરી મૂકી અમને હાંકવામાં આવ્યા છે, વૈતરું કરીને અમે થાકી ગયા છીએ, પણ અમને આરામ લેવા દેવામાં આવતો નથી.
6
જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે.
7
અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.
8
ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી.
9
ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે.
10
ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
11
સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે.
12
અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી.
13
અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે.
14
વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી.
15
અમારા જીવનમાંથી આનંદ ખલાસ થઈ ગયો છે; અમારાં નાચગાનને સ્થાને રડારોડ છે.
16
ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે!
17
અમારું હૃદય નિર્ગત થયું છે અને અમારાં આંસુઓને લીધે અમે કશું જોઈ શક્તા નથી.
18
કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.
19
પણ હે પ્રભુ, તમે સદાસર્વકાળ રાજા છો; તમારું રાજ સર્વકાળ ટકે છે.
20
તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો?
21
હે પ્રભુ, તમારી પાસે અમને પાછા લાવો! અમને પાછા લાવો! અમારા પ્રાચીન ગૌરવનું સંસ્થાપન કરો.
22
શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી?
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
All chapters:
1
2
3
4
5