bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Leviticus 17
Leviticus 17
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 18 →
1
પ્રભુએ મોશેને કહ્યું,
2
“આરોન, તેના પુત્રો અને ઇઝરાયલી લોકોને કહે કે મેં પ્રભુએ આ આજ્ઞાઓ ફરમાવી છે:
3
જો કોઈ ઇઝરાયલી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે આખલા, ઘેટાં કે બકરાનું અર્પણ ચડાવશે તો એ રક્તપાત માટે તે ગુનેગાર ગણાશે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.
5
આ આજ્ઞાનો અર્થ એ છે કે અગાઉ ઇઝરાયલીઓ ખુલ્લા પ્રદેશમાં પ્રભુને યજ્ઞો ચડાવતા હતા; પરંતુ હવે તેમણે પ્રભુને અર્પણ કરવાનાં પ્રાણીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યજ્ઞકાર પાસે લાવવાં અને તેમનું સંગતબલિ તરીકે અર્પણ ચડાવવું.
6
યજ્ઞકાર તેનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસેની યજ્ઞવેદી પર છાંટે અને બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે; એની સુવાસ પ્રભુને પ્રિય છે.
7
ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે.
8
“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી દહનબલિ કે બીજો કોઈ યજ્ઞ,
9
મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે પ્રભુને ચડાવે તો એવાનો પ્રભુના લોકોમાંથી બહિષ્કાર કરવો.
10
“ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ.
11
દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં છે. તેથી જ મેં પ્રભુએ લોકનાં પાપ દૂર કરવાને માટે યજ્ઞવેદી પર રક્ત રેડી પ્રાયશ્ર્વિત કરવા આજ્ઞા આપી છે. કારણ, રક્તમાં જીવ હોવાને લીધે માત્ર રક્તથી જ પાપ નિવારણ થાય છે.
12
તેથી જ મેં પ્રભુએ ઇઝરાયલી લોકને અને તેઓ મધ્યે વસતા પરદેશીને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા ફરમાવેલી છે.
13
“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી ખાવાલાયક પ્રાણી કે પક્ષીનો શિકાર કરે તો તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને માટીથી તેને ઢાંકી દેવું.
14
દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં રહેલો છે અને તેથી જ ઇઝરાયલી લોકોને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા આપેલી છે અને જો કોઈ તે પ્રમાણે ખાય તો તેનો બહિષ્કાર કરવામાં આવે.
15
“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય.
16
જો તે, તે પ્રમાણે ન કરે તો તેણે તેની સજા ભોગવવી પડશે.”
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 18 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27