bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Leviticus 3
Leviticus 3
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 4 →
1
“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
2
તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
3
પછી તે પ્રાણીના આટલા ભાગ પ્રભુને અગ્નિ બલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની ચરબી અને તેની આજુબાજુની બધી ચરબી;
4
બન્ને મૂત્રપિંડો અને તેની આજુબાજુની બધી ચરબી તથા કલેજા પરની ચરબી.
5
યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે.
6
“જ્યારે કોઈ માણસ સંગતબલિ તરીકે ઘેટાંનું કે બકરાનું અર્પણ ચડાવે તો તે નર કે માદા હોય તો પણ તે પ્રાણી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
7
જો કોઈ ઘેટાંનું અર્પણ ચડાવે
8
તો તેણે તેના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
9
આ સંગતબલિમાંથી આટલા ભાગ તેણે પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: બધી ચરબી, કરોડનાં હાડકાં પાસેથી કાપી લીધેલી પૂંછડી સુધીની બધી ચરબી; આંતરડાંની ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી;
10
બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ.
11
યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું.
12
“જ્યારે કોઈ માણસ બકરાનું અર્પણ ચડાવે,
13
તો તેણે પ્રભુ સમક્ષ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવો. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટવું.
14
પછી યજ્ઞકારે આટલા ભાગો પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી;
15
બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ.
16
યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.
17
તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27