bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Mark 16
Mark 16
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
1
વિશ્રામવાર પૂરો થયા પછી માગદાલાની મિર્યામ, યાકોબની મા મિર્યામ અને શાલોમી ઈસુના શબને લગાડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવ્યાં.
2
રવિવારની વહેલી સવારે સૂર્ય ઊગતાંમાં તેઓ કબરે ગયાં.
3
રસ્તે તેઓ એકબીજાને પૂછવા લાગ્યાં,
4
“કબરના પ્રવેશદ્વારનો પથ્થર આપણે માટે કોણ ખસેડશે?” એ તો બહુ મોટો પથ્થર હતો. પછી તેઓએ ધારીને જોયું તો પથ્થર ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો હતો.
5
તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં.
6
તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ.
7
હવે જાઓ, અને જઈને પિતર સહિત તેમના બીજા શિષ્યોને આ સંદેશો આપો: તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે; તમને તેમણે કહ્યું હતું તેમ તમે તેમને ત્યાં જોશો.”
8
પછી તેઓ ભય અને આશ્ર્વર્ય પામીને કબરમાંથી નીકળીને દોડી ગયાં. તેઓ ડરી ગયાં હોવાથી કોઈને કંઈ કહ્યું નહિ.
9
મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું.
10
તેણે જઈને પોતાના સાથી ભાઈઓને ખબર આપી. તેઓ શોક તથા રુદન કરતા હતા,
11
અને તેથી ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે એવું તેણે તેમને કહ્યું ત્યારે તેઓ તેનું માની શક્યા નહિ.
12
ત્યાર પછી તેમનામાંના બે જણ ચાલતાં ચાલતાં ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદી રીતે દર્શન દીધું.
13
તેઓ પાછા વળ્યા અને બીજા શિષ્યોને તે કહી જણાવ્યું, પણ તેમના પર કોઈએ વિશ્વાસ કર્યો નહિ.
14
એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.
15
તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.
16
જે વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લેશે તેનો ઉદ્ધાર થશે; જે વિશ્વાસ નહિ કરે, તે દોષિત ઠરશે.
17
વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે.
18
જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”
19
શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.
20
શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા.
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16