bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Mark 4
Mark 4
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 5 →
1
ઈસુ ફરીથી ગાલીલ સરોવરને કિનારે ઉપદેશ આપવા લાગ્યા. તેમની આસપાસ એકઠું મળેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા. હોડી પાણીમાં હતી; જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા.
2
તેમણે તેમને ઘણીબધી વાતો ઉદાહરણોનો ઉપયોગ કરીને શીખવી. શિક્ષણ આપતાં તેમણે તેમને કહ્યું,
3
“સાંભળો, એક માણસ બી વાવવા ગયો.
4
ખેતરમાં બી વેરતાં કેટલાંક બી રસ્તાની કોરે પડયાં, અને પક્ષીઓ આવીને તેમને ખાઈ ગયાં.
5
કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં; ત્યાં માટી થોડી હતી. બી તરત જ ઊગી નીકળ્યાં; કારણ કે ત્યાં માટીનું ઊંડાણ ન હતું.
6
પછી સૂર્ય તપતાં કુમળા છોડ બળી ગયા, અને મૂળ ઊંડા ગયાં ન હોવાથી તે છોડ જલદીથી સુકાઈ ગયા.
7
કેટલાંક બી કાંટાઝાંખરાંમાં પડયાં. કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા અને તેથી કંઈ પાકાયું નહિ.
8
પરંતુ કેટલાંક બી જે સારી જમીનમાં પડયાં તે ઊગી નીકળ્યાં, વયાં અને પાક બેઠો. કેટલાક છોડને ત્રીસગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને સોગણા દાણા પાક્યા.”
9
ઈસુએ સાર આપતાં કહ્યું, “જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.”
10
ઈસુ એકલા હતા ત્યારે તેમના શ્રોતાઓમાંના કેટલાક લોકો બાર શિષ્યોની સાથે તેમની પાસે આવ્યા અને તે ઉદાહરણનો ખુલાસો કરવા કહ્યું.
11
ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે;
12
જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.”
13
પછી ઈસુએ તેમને કહ્યું, “તમે આ ઉદાહરણ સમજી ન શકો, તો પછી તમે બીજાં ઉદાહરણો કેવી રીતે સમજી શકશો? વાવનાર એટલે ઈશ્વરનો સંદેશો લાવનાર.
14
સંદેશો કેટલીકવાર રસ્તાની કોરે પડેલાં બી જેવો છે; લોકો સાંભળે છે, પણ સાંભળતાની સાથે જ શેતાન આવીને તેમનામાં વાવેલો સંદેશો લઈ જાય છે.
15
કેટલાક લોકો ખડકાળ જમીન જેવા છે, જેમના પર બી પડે છે.
16
સંદેશો સાંભળતાની સાથે જ તેઓ તેને આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી, અને તેઓ લાંબો સમય ટકી શક્તા નથી.
17
ઈશ્વરના સંદેશાને લીધે મુશ્કેલી કે સતાવણી આવે છે, ત્યારે તેઓ તરત જ પીછેહઠ કરે છે. બીજા કેટલાક લોકો કાંટાઝાંખરાવાળી જમીન જેવા છે, જેમના પર બી વવાય છે.
18
તે લોકો સંદેશો સાંભળે છે;
19
પણ દુન્યવી ચિંતાઓ, ધનની માયા અને બીજી અનેકવિધ લાલસાઓ તેમનામાં પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે.
20
પણ બીજા કેટલાક લોકો સારી જમીન જેવા છે, જેમાં બી વવાય છે. તેઓ સંદેશો સાંભળે છે, સ્વીકારે છે અને કેટલાક ત્રીસગણો, કેટલાક સાઠગણો અને કેટલાક સોગણો પાક ઉપજાવે છે.”
21
વળી, ઈસુએ કહ્યું, “શું કોઈ દીવો લાવીને તેને વાસણ તળે કે પથારી નીચે મૂકે એવું બને? તે તેને દીવી પર નહિ મૂકે?
22
જે સંતાડેલું છે તેને બહાર લાવવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તેને ખુલ્લું કરવામાં આવશે.
23
તેથી જો તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”
24
વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે.
25
જે માણસ પાસે કંઈ નથી, તેની પાસેથી તેનું જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે.”
26
વળી, ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ માણસ ખેતરમાં બી વેરતો હોય તેના જેવું છે.
27
તે રાત્રે ઊંઘે ને સવારે ઊઠે; એ દરમિયાન બી ઊગી નીકળે છે અને પછી વધે છે; છતાં એ કેવી રીતે થાય છે તે તે સમજી શક્તો નથી.
28
ભૂમિમાંથી છોડ પોતાની મેળે જ ઊગી નીકળે છે, અને તેને ફળ આવે છે: પ્રથમ અંકુર, પછી કણસલું અને છેલ્લે દાણા ભરેલું કણસલું.
29
અનાજ પાક્તાં તે માણસ દાતરડું લઈને લણવા લાગી જાય છે; કારણ, કાપણીનો સમય થયો છે.”
30
ઈસુએ પૂછયું, “ઈશ્વરના રાજને આપણે શાની સાથે સરખાવીશું? એ સમજાવવા આપણે કયું ઉદાહરણ વાપરીશું?
31
એની સરખામણી આ રીતે કરી શકાય: રાઈનું બી દુનિયામાં સૌથી નાનું બી છે. માણસ એને લઈને જમીનમાં વાવે છે;
32
થોડા સમયમાં તો તે ઊગી નીકળે છે, અને છોડવાઓમાં સૌથી મોટો છોડ બની જાય છે. એની ડાળીઓ એટલી લાંબી થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની છાયામાં પોતાના માળા બાંધે છે.”
33
ઈસુએ આવાં બીજાં ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કરીને લોકોને ઉપદેશ આપ્યો. તેઓ સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું.
34
તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.
35
એ જ દિવસે સાંજે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.”
36
તેથી તેઓ જનસમુદાયને મૂકીને ગયા. ઈસુ જે હોડીમાં હતા તેમાં જ તેઓ તેમને લઈને ઉપડયા. તેમની સાથે બીજી હોડીઓ પણ હતી.
37
પવનનું ભારે તોફાન થયું. મોજાં ઊછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી.
38
ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરવા પડયા છીએ તેની કંઈ ચિંતા તમને નથી?”
39
ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ.
40
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?”
41
પણ તેઓ ભયથી ચોંકી ઊઠયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે! પવન અને સરોવરનાં મોજાં પણ તેમને આધીન થાય છે!”
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 5 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16