bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Titus 1
Titus 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 2 →
1
ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે.
2
એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,
3
અને યોગ્ય સમયે તેમના સંદેશા મારફતે તે પ્રગટ કર્યું છે. મને આ સંદેશ સોંપવામાં આવેલો છે. આપણા ઉદ્ધારક ઈશ્વરની આજ્ઞા મળી હોવાથી હું તે જાહેર કરું છું.
4
તિતસ, હું તને આ પત્ર પાઠવું છું. આપણે જે વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં તું મારો સાચો પુત્ર છે. ઈશ્વરપિતા અને આપણા ઉદ્ધારક ખ્રિસ્ત ઈસુ તને કૃપા અને શાંતિ બક્ષો.
5
તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે.
6
આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.
7
ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ.
8
તે પરોણાગત કરનાર અને બીજાનું ભલું ઇચ્છનાર હોવો જોઈએ. તે સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોઈએ.
9
તે સિદ્ધાંત પ્રમાણેના ભરોસાપાત્ર સંદેશને વળગી રહેનાર હોવો જોઈએ. આ રીતે તે બીજાઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરશે અને એ સંદેશના વિરોધીઓના દુર્મતનું ખંડન કરી શકશે.
10
કારણ, ખાસ કરીને સુન્નતની હિમાયત કરનારાઓમાંથી કેટલાક બળવાખોરો ઊભા થયા છે. તેઓ પોતાની મૂર્ખાઈથી બીજાઓને છેતરે છે.
11
તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.
12
તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.”
13
તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા,
14
જેથી તેમનો વિશ્વાસ મજબૂત બને અને યહૂદી દંતકથાઓ પર કે સત્યનો નકાર કરનારાઓની આજ્ઞાઓ પર આધાર ન રાખે.
15
જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે.
16
તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 2 →
All chapters:
1
2
3
Recommended Reading
Commentary
Titus Commentaries
→
Devotional
Titus Devotional Guide
→
Get This Bible
GUCL Study Bible
→