bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Titus 3
Titus 3
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
1
અધિકારીઓ અને સત્તાધીશોને આધીન રહેવાનું તારા લોકને યાદ કરાવ. તેમણે તેમની આજ્ઞા માનીને સર્વ સારાં કાર્ય માટે તૈયાર રહેવું.
2
કોઈનું ભૂંડું બોલવું નહિ; પણ શાંતિચાહક અને મૈત્રીપૂર્ણ બનવું તથા સર્વ માણસો પ્રત્યે હંમેશાં નમ્ર વર્તન દાખવવું.
3
કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.
4
પણ જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકનાં ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં,
5
ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.
6
ઈશ્વરે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની મારફતે તેમનો પવિત્ર આત્મા આપણા પર રેડી દીધો;
7
જેથી તેમની કૃપાથી આપણે ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ અને જે સાર્વકાલિક જીવનની આશા આપણે રાખેલી છે તેને પ્રાપ્ત કરીએ.
8
આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.
9
માણસોને માટે એ જ સારું અને ઉપયોગી છે. પણ અર્થ વગરની દલીલો, પિતૃઓનાં નામોની વંશાવળીની લાંબી યાદીઓ અને નિયમશાસ્ત્ર વિષેના ઝઘડાઓથી દૂર રહે. તેઓ બિનઉપયોગી અને નક્માં છે.
10
પક્ષ પાડનાર વ્યક્તિ પહેલી અને બીજી ચેતવણી આપ્યા પછી પણ ન માને તો તેની સાથે સંબંધ રાખવો નહિ.
11
તારે જાણી લેવું કે એવી વ્યક્તિ ભ્રષ્ટ છે અને તે જાણે છે કે પોતે પોતાના પાપથી સજાપાત્ર ઠરી ચૂક્યો છે.
12
હું આર્તેમાસ કે તુખિક્સને તારી પાસે મોકલું ત્યારે નિકોપોલિસમાં મારી પાસે આવવા તમામ પ્રયત્ન કરજે. કારણ, મેં શિયાળો ત્યાં ગાળવાનું નક્કી કર્યું છે.
13
ઝેનાસ વકીલ અને આપોલસને તેમની મુસાફરી શરૂ કરવા માટે મદદ કરજે અને તેમને જરૂરી વસ્તુઓ મળી છે કે નહિ તેનું ધ્યાન રાખજે.
14
આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ.
15
મારી સાથેના બધા તને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાંના આપણા મિત્રોને અમારી શુભેચ્છા. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
All chapters:
1
2
3