bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Genesis 42
Genesis 42
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 41
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 43 →
1
અને યાકૂબે જોયું કે મિસરમાં અનાજ છે. ત્યારે યાકૂબે તેના દિકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે કેમ જોયા કરો છો?”
2
અને તેણે કહ્યું, “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.”
3
અને યૂસફના દશ ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા.
4
પણ યૂસફના ભાઈ બિન્યામીનને તેના ભાઈઓની સાથે યાકૂબે મોકલ્યો નહિ. કેમ કે તેણે કહ્યું, “રખેને તેના પર કંઈ વિધ્ન આવી પડે.”
5
અને ઇઝરાયલના દિકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
6
અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
7
અને યૂસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા. પણ તે પારકાની જેમ તેઓની સાથે વત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછયું, “તમે ક્યાંથી આવ્યા?” અને તેઓએ તેને કહ્યું, “કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.”
8
અને યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
9
અને યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં તે તેને સાંભરી આવ્યાં, ને તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છો. દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.”
10
અને તેઓએ તેને કહ્યું, “સાહેબ, એમ નહિ, પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે.
11
અમે સર્વ એક માણસના દિકરા છીએ. અમે સાચા માણસ છીએ, તારા દાસો જાસૂસ નથી.”
12
અને તેણે તેઓને કહ્યું, “એમ નહિ, પણ દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.”
13
અને તેઓ બોલ્યા, “તારા દાસો બાર ભાઈ છીએ, કનાન દેશના એક માણસના દિકરા છીએ. અને જુઓ, નાનો ભાઈ આજે અમારા પિતાની પાસે છે, ને એકનો તો પત્તો નથી.”
14
અને યૂસફે તેઓને કહ્યું, જેમ મેં તમને કહ્યું કે, ‘તમે જાસૂસ છો’, તેમ જ છે.
15
આથી તમારી પરીક્ષા કરવામાં આવશે:ફારુનના જીવતા સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહિ.
16
તમે તમારામાંથી એકને મોકલો, તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારુનના જીવના સમ [ખાઈને કહું છું] કે તમે જાસૂસ જ છો.”
17
અને ત્રણ દિવસ સુધી તેણે તેઓને જેલમાં રાખ્યા.
18
અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:
19
જો તમે સાચા માણસ હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે. અને બાકીના જાઓ, ને તમારાં ઘરના માટે દુકાળને સારુ અનાજ લેતા જાઓ.
20
અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. તે પરથી તમારી વાત સાચી ઠરશે, ને તમે નહિ મરશો.”
21
અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
22
અને રૂબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને નહોતું કહ્યું કે, આ છોકરાં સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહિ. તેથી હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.”
23
અને યૂસફ તેઓની વાત સમજે છે, તે તેઓ જાણતા નહોતા. કેમ કે તેઓ વચ્ચે દુભાષિયો હતો.
24
અને તે તેઓની પાસેથી જઈને રડયો. અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી, ને તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો:
25
અને તેઓની ગુણોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની, તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યૂસફે આ આપી. અને તેઓને માટે એ પ્રમાણે કરવામાં આવ્યું.
26
અને તેઓ પોતાનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા.
27
અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવાને પોતાની ગૂણ છોડી, ત્યારે તેણે પોતાનું નાણું જોયું; કેમ કે, જુઓ, તે તો તેની ગુણના મુખમાં હતું.
28
અને તેણે પોતાના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે; અને જુઓ, તે મારી ગુણમાં છે.” અને તેઓ મનમાં ગભરાયા, ને તેઓ થરથરતાં માંહોમાંહે બોલ્યા, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”
29
અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબની પાસે આવ્યા, ને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું,
30
“જે માણસ તે દેશનો ઘણી છે તેણે અમને કઠોર વચનો કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા.
31
અને અમે તેને કહ્યું, ‘અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી.
32
અમે બાર ભાઈઓ અમારા પિતાના દિકરા છીએ. એકનો તો પત્તો નથી, ને નાનો અમારા પિતાની પાસે હાલ કનાન દેશમાં છે.’
33
અને તે માણસે, એટલે તે દેશના ઘણીએ, અમને કહ્યું, ‘એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો; એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો, ને બાકીના તમારાં ઘરનાં દુકાળને માટે અનાજ લઈને જાઓ.
34
અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો; ત્યારે તમે જાસૂસ નથી, પણ સાચા માણસ છો, એમ હું જાણીશ, અને હું તમારો ભાઈ તમને પાછો સોંપીશ, ને તમે આ દેશમાં વેપાર કરશો.’”
35
અને એમ થયું કે, તેઓ પોતપોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, જુઓ, પ્રત્યેક માણસનાં નાણાંની થેલી તેની ગુણમાં માલૂમ પડી. અને તેઓ તથા તેઓનો પિતા તેઓનાં નાણાંની થેલીઓ જોઈને બીધા.
36
અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.”
37
અને રૂબેને તેના પિતાને કહ્યું, “તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દિકરાને મારી નાખજો. તેને મારા હાથમાં સોંપો, ને હું તેને તમારી પાસે પાછો લાવીશ.”
38
પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”
← Chapter 41
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 43 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50