bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Hosea 1
Hosea 1
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 2 →
1
યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા, તેઓની કારકિર્દીમાં, તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં, યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે.
2
યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”
3
તેથી તે જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે પરણ્યો; તેને ગર્ભ રહ્યો, ને તેને તેનાથી પુત્ર થયો.
4
યહોવાએ હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્એલ રાખ; કેમ કે થોડી મુદત પછી હું યિઝ્એલના ખૂનનો બદલો યેહના કુટુંબના માણસોની પાસેથી લઈશ, ને ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
5
તે દિવસે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્એલની ખીણમાં ભાંગી નાખીશ.”
6
તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.
7
પણ હું યહૂદિયાના લોકો પર કૃપા કરીશ, ને તેમનો ઈશ્વર યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ, અને ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી તેમનો ઉદ્ધાર કરીશ નહિ.”
8
હવે તેણે લો-રૂહામાને ધાવણ છોડાવ્યા પછી તેને ગર્ભ રહ્યો, ને પુત્ર પ્રસવ્યો.
9
ત્યારે [યહોવાએ] કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કેમ કે તમે મારા લોક નથી, ને હું તમારો [ઈશ્વર] થઈશ નહિ.
10
તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].
11
તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્એલનો દિવસ મોટો થશે.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14