bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Hosea 6
Hosea 6
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 7 →
1
[તેઓ કહેશે કે,] ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.
2
બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.
3
આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.
4
હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.
5
એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
6
કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.
7
પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.
8
ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.
9
જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.
10
ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
11
વળી, હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારે માટે કાપણી ઠરાવેલી છે.
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 7 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14