bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Judges 8
Judges 8
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 9 →
1
એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, “તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ?” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.
2
તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?
3
ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે. અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” તેણે એ વાત કહી, ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો.
4
ગિદિયોન યર્દન આગળ આવ્યો, [ને] તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા. તેઓ થાકેલા છતાં [શત્રુઓની] પાછળ પડેલા હતા.
5
અને તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો; કેમ કે તેઓ થાકેલા છે, ને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું.”
6
ત્યારે સુક્કોથના સરદારોએ કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાન હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?”
7
ગિદિયોને ક્હ્યું, “જ્યારે યહોવા ઝેબા તથા સાલ્મુન્નાને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોરડીથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.”
8
પછી તે ત્યાંથી પનુએલ ગયો, ને તેઓને તે જ રીતે કહ્યું. અને સુક્કોથના લોકોએ જેવો ઉત્તર આપ્યો હતો, તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો.
9
તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “હું નિરાંતે પાછો આવીશ, ત્યારે આ કિલ્લો હું તોડી પાડીશ.”
10
હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા, અને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ ને વીસ હજાર તરવારિયા પડ્યા હતા.
11
અને ગિદિયોને નોબાની તથા યોગ્બહાની પૂર્વ બાજુએ તંબુમાં રહેનારાને માર્ગે જઈને સૈન્યને માર્યું; કેમ કે તે સૈન્ય નિર્ભય હતું.
12
ઝેબા તથા સાલ્મુના નાઠા; ત્યારે તે તેઓની પાછળ પડ્યો. અને મિદ્યાનના ઝેબા તથા સાલ્મુના, એ બે રાજાઓને પકડીને તેણે આખા સૈન્યનો પરાભવ કર્યો.
13
પછી હેરેસ ઘાટથી યોઆશનો દીકરો ગિદિયોન લડાઈમાંથી પાછો ફર્યો.
14
અને તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પૂછ્યું. ત્યારે તેણે સુક્કોથના સરદારો તથા તેના વડીલો જે સિત્તોતેર હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું.
15
તેણે સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, “જેઓના સંબંધી તમે મને મહેણું માર્યું હતું કે, ‘શું ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ તારા હાથમાં છે કે અમે તારા થાકેલા માણસોને રોટલી આપીએ?’ તે ઝેબા તથા સાલ્મુન્નાને જુઓ.”
16
પછી તેણે નગરના વડીલોને પકડ્યા, ને જંગલના કાંટા તથા ચણી બોરડી લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.
17
વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો, અને તે નગરનાં માણસોનો સંહાર કર્યો.
18
ત્યાર પછી તેણે ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, “તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા, તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્યો, “જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો.”
19
તેણે કહ્યું, “તેઓ મારા ભાઈ, મારા સહોદર ભાઈ, હતા. હું જીવતા યહોવાની પ્રતિ લઈને કહું છુમ કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.”
20
પછી તેણે પોતાના વડા દીકરા યેથેરને કહ્યું, “ઊઠ, તેઓને મારી નાખ.” પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહિ; કેમ કે તે હજી જુવાન હતો, માટે બીધો.
21
ત્યારે ઝેબાએ તથા સાલ્મુન્નાએ [ગિદિયોનને] કહ્યું, “તું પોતે ઊઠીને અમને મારી નાખ; કેમ કે જેવું માણસ તેવું તેનું બળ.” પછી ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોનાં ગળાં પરની કલગીઓ લઈ લીધી.
22
ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ; કેમ કે મિદ્યાનના હાથમાંથી તેં અમને ઉગાર્યા છે.”
23
ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું, ને મારો દીકરો પણ તમારા પર રાજ નહિ કરે. યહોવા તમારા પર રાજ કરશે.”
24
વળી ગિદિયોને તેઓને કહ્યું, “હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે, જે કુંડળ તમે લૂટી લીધાં છે તે બધાં મને આપો.” (કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં.)
25
પછી તેઓએ જવાબ આપ્યો, “અમે ખુશીથી તે આપીશું.” ત્યારે એક લૂગડું પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે લૂંટમાં પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે લૂંટમાં મળેલાં કુંડળ તેમાં નાખ્યાં.
26
તેણે સોનાનાં જે કુંડળો માગી લીધાં, તેનું વજન એક હજાર ને સાતસો [શેકેલ] હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓનાં અંગ પરના જાંબુડિયાં વસ્ત્ર, ને તે ઉપરાંત તેઓનાં ઊંટોનાં ગળાંમાંની સાંકળીઓ પણ હતી.
27
ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફ્રામાં તે મૂક્યું; અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંઠી ગયા. અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું.
28
એ રીતે મિદ્યાનીઓ ઇઝરાયલી લોકોને તાબે કરાયા, ને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યાં નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.
29
પછી યોઆશનો દીકરો યરુબાલ જઈને પોતાના ઘરમાં રહ્યો.
30
ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા; કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.
31
વળી શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, તેનું નામ તેણે અબીમેલેખ પાડ્યું.
32
અને યોઆશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દાટવામાં આવ્યો.
33
ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયલી લોકો પાછા ફરી ગયા, અને બાલીમની પાછળ વંઠી ગયા, ને બાલ-બરીથને પોતાનો દેવ કરી માન્યો.
34
અને ઈશ્વર જેમણે ચારે તરફ સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે પોતાના ઈશ્વર યહોવાને ઇઝરાયલી લોકોએ યાદ રાખ્યા નહિ.
35
તેમ જ યરુબાલે [એટલે] ગિદિયોને જે સર્વ ભલમનસાઈ ઇઝરાયલી લોકો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહિ.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 9 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21