bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Judges 9
Judges 9
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 10 →
1
હવે યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટંબના લોકોને કહ્યું,
2
“કૃપા કરીને તમે શખેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે, યરુબાલના સર્વ દીકરા, એટલે સિત્તેર જણા તમારા પર રાજ કર કે એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી ક્યું તમારે માટે બહેતર છે? વળી યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારા માંસનો છું.”
3
તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓનાં હ્રદયોનું વલણ અબીમેલેખ તરફ થયું; કેમ કે તેઓએ કહ્યું, “તે આપણો ભાઈ છે.”
4
પછી તેઓએ બાલ-બરીથના મંદિરમાંથી તેને સિત્તેર રૂપિયા આપ્યા, ને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા માટે હલકા તથા કપટી લોકોને નોકરીમાં રાખ્યા.
5
પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.
6
અને શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ માણસો એકત્ર થયા, ને તેઓએ જઈને શખેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેખને રાજા ઠરાવ્યો.
7
પછી તેઓએ યોથામને તેની ખબર આપી, ત્યારે તેણે જઈને ગેરીઝીમ પર્વતના શિખર પર ઊભા રહીને મોટો ઘાંટો કાઢીને તેઓને કહ્યું, “ઓ શખેમના માણસો, મારી વાત સાંભળો કે જેથી ઈશ્વર તમારું સાંભળે.
8
એક સમયે વૃક્ષો અભિષેકક્રિયા વડે પોતા ઉપર એક રાજા નીમવાને ગયાં. અને તેઓએ જૈતવૃક્ષને તેઓને કહ્યું, ‘મારી પુષ્ટતા કે જે વડે લોકો ઈશ્વરને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’
9
પણ જૈતવૃક્ષે તેઓને કહ્યું, ‘મારી પુષ્ટતા કે જે વડે લોકો ઈશ્વરને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’
10
પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર.’
11
પણ અંજીરીએ તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’
12
ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર, ’
13
દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘મારો દ્રાક્ષાશ્રવ જે ઈશ્વરને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’
14
પછી બધાં વૃક્ષોએ ઝાંખરાને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર.’
15
ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો, ને મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં એરેજવૃક્ષોને બાળી નાખો.’
16
માટે હવે જો અબીમેલેખને રાજા કરવામાં તમે વાસ્તવિક રીતે તથા પ્રામાણિકપણે વર્ત્યા હો, ને જો તમે યરુબાલ તથા તેના પુત્રોની સાથે સારી રીતે વર્ત્યા હો, ને તેના હાથની લાયકી પ્રમાણે તેની સાથે તમે વર્ત્યા હો.
17
(કેમ કે મારા પિતાએ તમારે માટે લડાઈ કરી, ને પોતાનો પ્રાણ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યા હતા.
18
અને આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ બળવો કરીને તેના સિત્તેર દીકરાઓને એક શિલા પર મારી નાખ્યા છે, ને તેની દાસીના દીકરા અબીમેલેખને શખેમના માણસો પર રાજા ઠરાવ્યો છે, કેમ કે તે તમારો ભાઈ છે;)
19
ત્યારે જો આજે તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે વાસ્તવિક રીતે તથા પ્રામાણિકપણે વર્ત્યા હો, તો તમે અબીમેલેખને વિષે આનંદ કરો, ને તે પણ તમારે વિષે આનંદ કરે.
20
પણ જો [અમે વર્ત્યા] ન હો, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો, ને શખેમના માણસોનો તથા મિલ્લોનઅ ઘરનાંનો વિનાશ કરો. અને શખેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નીકળો, ને અબીમેલેખનો વિનાશ કરો.”
21
પછી યોથામ પોતાના ભાઈ અબીમેલેખના ભયથી નાસી ગયો, ને બેરમાં જઈને ત્યાં રહ્યો.
22
અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.
23
પછી ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના માણસોની વચ્ચે [વેર કરાવનારો] એક દુષ્ટાત્મા મોકલ્યો. અને શખેમના માણસોએ અબીમેલેખ પ્રત્યે વિશ્વાસઘાત કર્યો.
24
જેથી યરુબાલના સિત્તેર દીકર પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય], કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી.
25
શખેમના માણસોએ પર્વતોનાં શિખર પર તેને માટે લાગ તાકીને સંતાઈ રહેનારાઓને બેસાડ્યા, અને જે કોઈ તેઓની પાસે થઈને તે માર્ગે જતું, તે સર્વને તેઓ લૂંટી લેતા હતા. અને એ વાત અબીમેલેખને કોઈએ કહી.
26
એબેદનો દીકરો ગઆલ પોતાના ભાઈઓની સાથે આવીને શખેમમાં જઈ રહ્યો; અને શખેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો.
27
અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.
28
અને એબેદના દીકરા ગઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે, ને શખેમ કોણ છે કે, આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને ઝબુલ શું તેનો સરદાર નથી? તમે શખેમના પિત હમોરના લોકોની તાબેદારી ભલે કરો; પણ તેની તાબેદારી આપણે શા માટે કરીએ?
29
પરમેશ્વર કરે ને આ લોક મારા હાથ નીચે આવે! તો હું અબીમેલેખને અહીંથી નસાડું.” અને તેણે અબીમેલેખને કહ્યું, “તું તારા સૈન્યને વધારીને બહાર આવ.”
30
નગરના સરદાર ઝબુલે એબેદના દીકરા ગઆલનાં વચનો સાંભળ્યાં, ત્યારે તેને રોષ ચઢ્યો.
31
તેણે અબીમેલેખની પાસે પક્કાઈથી સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગઆલ તથા તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે. તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
32
માટે એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ઘસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”
33
અને એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ધસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”
34
અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઊઠીને, ચાર ટોળીઓ થઈને, શખેમની સામે સંતાઈ રહ્યા.
35
અને એબેદનો દીકરો ગઆલ બહાર જઈને નગરના દરવાજાના નાકામાં ઊભો રહ્યો. અને અબીમેલેખ તથા તેની સાથેના લોક સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊઠ્યા.
36
ત્યારે ગઆલે તે લોકોને જોઈને ઝબુલને કહ્યું, “જો લોક પર્વતોનાં શિખર ઉપરથી ઊતરી આવે છે.” પણ ઝબુલે તેને કહ્યું, “પર્વતોના ઓળા તને માણસોના જેવા દેખાય છે.”
37
ત્યારે ગઆલે ફરી કહ્યું, “જો, લોક દેશની મધ્યમાં થઈને ઊતરી આવે છે, ને બીજું એક ટોળું મેઓનનીમના એલોન વૃક્ષની વાટે થઈને આવે છે.”
38
ત્યારે ઝબુલે તેને કહ્યું, “અબીમેલેખ કોણ છે કે અમે તેનું દાસપણું કરીએ, એમ કહીને તું જે બડાઈ કરતો હતો તેનું શું? જે લોકોને તેં ધિક્કાર્યા હતા તે શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ.”
39
પછી ગઆલ શખેમના માણસોને લઈને બહાર ગયો, નએ અબીમેલેખની સાથે લડ્યો.
40
અને અબીમેલેખ તેની પાછળ પડ્યો, ને તે તેની આગળથી નાઠો, અને નગરના દરવાજામાં પેસતાં સુધી ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા.
41
અબીમેલેખ અરુમામાં રહ્યો. અને ઝબુલે ગઆલ તથા તેના ભાઈઓને કાઢી મૂક્યા, એ માટે કે તેઓ શખેમમાં રહે નહિ.
42
બીજે દિવસે એમ થયું કે લોક બહાર મેદાનમાં ગયા. અને તેઓએ અબીમેલેખને સમાચાર કહ્યા.
43
ત્યારે લોકોને લઈને તેઓની ત્રણ ટોળીઓ કરીને મેદાનમાં તે સંતાઈ રહ્યો. તેણે જોયું, તો નગરમાંથી લોકો આવતા હતા; અને તેણે તેઓ પર હલ્લો કરીને તેઓને મારી નાખ્યા.
44
અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓ આગળ ધસી જઈને, નગરના દરવાજાના નાકામાં ઊભા રહ્યા. અને પેલી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ધસી જઈને તેઓને મારી નાખ્યા.
45
તે આખો દિવસ અબીમેલેખ નગરના લોકોની સાથે લડ્યો. અને તે નગર તેણે લીધું, તેમાં જે લોક હતા તેઓને મારી નાખ્યા, ને તેણે નગર તોડી પાડ્યું, ને તેમાં મીઠું વેર્યું.
46
એ સાંભળીને શખેમના કિલ્લાના સર્વ માણસો એલ-બરીથના ઘરના ભોંયરામાં ગયા.
47
અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ માણસો એકત્ર થયા છે.
48
ત્યારે અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોક સાલ્મોન પર્વત પર ચઢ્યા. અને અબીમેલેખે પોતાના હાથમાં કુહાડી લઈને વૃક્ષની એક ડાળ કાપી, ને તે લઈને પોતાને ખભે મૂકી; અને પોતાની સાથેના લોકોને તેણે કહ્યું, “મને જે કરતાં તમે જોયો છે તે પ્રમાણે તમે પણ જલદીથી કરો.”
49
સર્વ લોકો પોતપોતાને માટે ડાળ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા, ને તે ડાળો ભંડારિયાને લગાડીને તે વડે ભંડારિયાને સળગાવી દીધું. તેથી શખેમના કિલ્લામાંના સર્વ માણસ પણ, એટલે હજારેક પુરુષ તથા સ્ત્રી મરી ગયાં.
50
પછી અબીમેલેખ તેબેસ ગયો, ને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.
51
પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો, ને તેમાં નગરના સર્વ લોક, પુરુષો તથા સ્ત્રીઓ, નાસી ગયાં, ને અંદરથી બારણું બંધ કરીને કિલ્લાના ધાબા પર ચઢી ગયાં.
52
અબીમેલેખ કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો, અને તેને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો.
53
એવામાં એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
54
ત્યારે તેણે એક જુવાનને, એટલે પોતાના શસ્ત્રવાહકને, ઉતાવળથી બોલાવીને કહ્યું, “તારી તરવાર કાઢીને મને મારી નાખ, જેથી લોક એમ ન કહે કે એક સ્ત્રીએ [અબીમેલેખને] મારી નાખ્યો.” તે જુવાને તેની આરપાર [તરવાર] ભોંકી દીધી. એટલે તે મરી ગયો.
55
ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરી ગયો, ત્યારે પ્રત્યેક માણસ પોતપોતાની જગાએ જતો રહ્યો.
56
આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેખે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું, તેનો બદલો ઈશ્વરે વાળી આપ્યો;
57
શખેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો. અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો.
← Chapter 8
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 10 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21