bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Lamentations 5
Lamentations 5
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
1
હે યહોવા, જે અમારા પર આવી પડ્યું છે, તેનું સ્મરણ કરો. ધ્યાન દઈને અમારું અપમાન જુઓ.
2
અમારું વતન પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
3
અમે અનાથ તથા પિતા વગરના થયા છીએ. અમારી માતાઓ વિધવા જેવી થઈ છે.
4
અમે અમારું પોતાનું પાણી નાણું આપીને પીધું છે. અમારું પોતાનુમ બળતણ અમે વેચાતું લીધું છે.
5
જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ, અને અમને વિશ્રામ મળતો નથી.
6
અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશૂરીઓને તાબે થયા છીએ.
7
અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.
8
ગુલામો અમારા પર સત્તા ચલાવે છે. તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી.
9
રાનમાં [ભટકતા લોકો] ની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન પેદા કરીએ છીએ.
10
દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
11
તેઓએ સિયોનમાં સ્ત્રીઓની, યહૂદિયાનાં નગરોમાં કન્યાઓની આબરૂ લીધી.
12
તેઓએ સરદારોને લટકાવી દીધા; અને વડીલોના મુખનું માન રાખ્યું નથી.
13
જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે, ને છોકરાં લાકડાં [ના ભાર] થી લથડતાં ચાલે છે.
14
વડીલો હવે દરવાજામાં બેસતા નથી, જુવાનો હવે ગાયન કરતા નથી.
15
અમારા હૃદયનો આનંદ પતી ચૂક્યો છે; નાચને બદલે રડાપીટ થાય છે.
16
અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.
17
એને લીધે અમારું હૃદય નિર્ગત થયું છે. એ કારણોને લીધે અમારી આંખે ઝાંખ વળે છે.
18
સિયોન પર્વત ઉજ્જડ થયો છે. તેના પર શિયાળવા ફરે છે.
19
હે યહોવા, તમે સર્વકાળ સુધી રહો છો; તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
20
તમે શા કારણથી અમને હમેશને માટે વીસરી જાઓ છે? અમને આટલા બધા દિવસ સુધી કેમ તજી દો છો?
21
હે યહોવા, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
22
પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
All chapters:
1
2
3
4
5