bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Matthew 16
Matthew 16
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 17 →
1
કેટલાક ફરોશીઓએ તથા સાદૂકીઓએ આવીને તેમનું પરીક્ષણ કરતાં માગ્યું, “અમને આકાશમાંથી ચિહ્ન દેખાડ.”
2
પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે, ‘ઉઘાડ થશે, કેમ કે આકાશ રતૂમડું છે.’
3
અને સવારે [તમે કહો છો] કે, ‘આજે ઝાપટું પડશે, કેમ કે આકાશ રતૂમડું તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોનાં ચિહ્ન તમે પારખી નથી શકતા.
4
ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહિ.” અને તેઓને મૂકીને તે ચાલ્યા ગયા.
5
શિષ્યો સામે પાર ગયા, પણ રોટલી લેવાનું વીસરી ગયા હતા.
6
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન બનો ને ખબરદાર રહો.”
7
ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, આપણે રોટલી નથી લાવ્યા [માટે તે એમ કહે છે].”
8
ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે અંદરોઅંદર કેમ વિચાર કરો છો?
9
શું હજી સુધી તમે નથી સમજતા, ને પેલા પાંચ હજાર પુરુષ વચ્ચે પાંચ રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?
10
વળી પેલા ચાર હજાર પુરુષ વચ્ચે સાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
11
તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો [એમ કહ્યું હતું] ”
12
ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
13
અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?”
14
ત્યારે તેઓએ તેમને કહ્યું, “કેટલાક [કહે છે] યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંનો એક.”
15
તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?”
16
ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”
17
અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે.
18
અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.
19
આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે, તે આકાશમાં પણ છોડાશે.”
20
ત્યારે તેમણે શિષ્યોને આજ્ઞા આપી, “હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ”
21
ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”
22
ત્યારે પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો, ને કહ્યું, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદી થશે નહિ.”
23
પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”
24
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.
25
કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.
26
કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?
27
કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.
28
હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 17 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28