bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Matthew 21
Matthew 21
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 22 →
1
અને જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા, ને જૈતૂનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને
2
કહ્યું, “તમે સામા ગામમાં જાઓ, ને તેમાં પેસતાં જ બાંધેલી એક ગધેડી તથા તેની સાથે બચ્ચું જોશો, તેઓને છોડીને મારી પાસે લાવો.
3
અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું. ‘પ્રભુને તેઓનો ખપ છે, ’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
4
હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,
5
“ સિયોનની દીકરીને એમ કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને [આવે છે].
6
ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું.
7
અને તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા, ને પોતાનાં વસ્ત્ર તેઓ પર નાખ્યાં. અને ઈસુ તેઓ પર સવાર થયા.
8
અને લોકોમાંના ઘણાખરાએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં, ને બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9
અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.”
10
અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યા ત્યારે તે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું, “એ કોણ છે?”
11
ત્યારે લોકોએ કહ્યું, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.”
12
પછી ઈસુ ઈશ્વના મંદિરમાં ગયા, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં.
13
અને તેમણે તેઓને કહ્યું, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, ’ એમ લખેલું છે; પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.”
14
અને આંધળા તથા લંગડા તેમની પાસે મંદિરમાં આવ્યા, ને તેમણે તેઓને સાજા કર્યા.
15
પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
16
અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
17
પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં રહ્યા.
18
હવે સવારે નગરમાં પાછા આવતાં તે ભૂખ્યા થયા.
19
અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.
20
એ જોઈને શિષ્યો નવાઈ પામીને બોલ્યા, “અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ?”
21
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે.
22
અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સર્વ તમે પામશો.”
23
પછી મંદિરમાં આવીને તે બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેમની પાસે આવીને કહ્યું, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?”
24
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
25
જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું? આકાશથી કે માણસોથી?” ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે આકાશથી, તો તે આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
26
અને જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”
27
પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા.” ઈસુએ પણ તેઓને કહ્યું, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો.
28
પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
29
ત્યારે તેણે કહ્યું, ‘હું નથી જવાનો, ’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.
30
અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર દીધો, ‘સાહેબ, હું જાઉં છું, ’ તોપણ તે ગયો નહિ.
31
તો તે બન્નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.
32
કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ નહિ કર્યો, પણ દાણીઓએ તથા વેશ્યાઓએ તેના પર વિશ્ચાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.”
33
“એક બીજું દ્દષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બનાવ્યો, ને ખેડૂતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.
34
અને ફળની ૠતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા માટે પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા.
35
ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, ને બીજાને મારી નાખ્યો, ને ત્રીજાને પથ્થરે માર્યો.
36
વળી તેણે પહેલા કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને તેમ જ કર્યું.
37
પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું, ‘તેઓ મારા દીકરાની અદબ રાખશે.’
38
પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈ લઈએ.’
39
ત્યારે તેઓએ તેને પકડ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
40
એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે?”
41
તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.”
42
ઈસુ તેઓને કહે છે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે, એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું?
43
એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.
44
અને આ પથ્થર પર જે કોઈ પડશે, તેના ટુકડેટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે, તેનો ભૂકો તે કરી નાખશે.”
45
અને મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમનાં દ્દષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે.
46
અને તેઓએ તેમને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 22 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28