bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Song of Solomon 4
Song of Solomon 4
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 5 →
1
પ્રિયતમા, તું સુંદર છે; તું મનોહર છે; તારા બુરખાની પાછળ તારી આંખો કપોતના જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા છે.
2
તારાં દાંત [તરત] કોતરેલી તથા ધોવાઈને [પાણીમાંથી] બહાર નીકળેલી [ઘેટીઓ] ના ટોળા જેવા છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી.
3
તારા હોઠ કીરમની દોરા જેવા છે, તારું મુખ ખૂબસૂરત છે. તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે.
4
શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે.
5
સાબરીનાં જોડ બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવાં તારાં બે સ્તન છે.
6
પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ.
7
મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.
8
હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો.
9
હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.
10
હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તારો પ્યાર દ્રાક્ષારસ કરતાં, ને તારા અત્તરની સુવાસ સર્વ પ્રકારનાં સુગંધીદ્રવ્યો કરતાં કેટલી બધી ઉત્તમ છે!
11
હે નવોઢા, મધપૂડાની માફક તારા હોઠમાંથી [મીઠાશ] ટપકે છે: તારી જીભ નીચે મધ તથા દૂધ છે; અને તારાં વસ્ત્રોની સુગંધ લબાનોનની સુગંધ જેવી છે.
12
મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.
13
તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે કે, જેને મૂલ્યવાન ફળો લાગેલાં છે; જેમાં મેંદી અને જટામાંસીના છોડ છે.
14
જટામાંસી, કેશર, સુગંધી બરુ, તજ, લોબાનનાં સર્વ ઝાડ; બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધીદ્રવ્યો છે.
15
[તું] બાગમાંના ફૂવારા શી, જીવંતજળના કૂવા શી, તથા લબાનોનથી વહી આવતા ઝરાઓ શી [છે].
16
હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ [ના વાયુ], તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 5 →
All chapters:
1
2
3
4
5
6
7
8