bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Song of Solomon 8
Song of Solomon 8
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
1
અરે, જો તું મારી માના થાનને ધાવેલા મારા ભાઈ જેવો હોત તો કેવું સારું! ત્યારે તો તું મને બહાર મળત, અને હું તને ચુંબન કરત; તેમ છતાં પણ કોઈ મને બહાર તુચ્છકારત નહિ.
2
હું તને દોરીને મારી માના ઘરમાં લાવત કે, તું મને શીખવત; હું તને મસાલેદાર દ્રાક્ષારસ [તથા] મારા દાડમનો રસ પાત.
3
તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત, અને તેનો જમણો હાથ મને આલિંગન દેતો હોત.
4
હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે, જગાડશો નહિ.
5
પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે? મેં તને સફરજનવૃક્ષ તળે જગાડી; ત્યાં તારી મા તને જન્મ આપતાં કષ્ટાતી હતી, ત્યાં તારી જનેતાને પ્રસવવેદના થતી હતી.
6
મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].
7
ઘણાં પાણી પ્યારને હોલવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ: જો પ્રેમને માટે કોઈ માણસ પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ એ બધી તદ્દન તુચ્છ ગણાય.
8
અમારે એક નાની બહેન છે, તેને સ્તન પણ [ઉપસ્યાં] નથી; જે દિવસે અમારી બહેનનું માગું આવશે, ત્યારે અમે તેને માટે શું કરીશું?
9
જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ.
10
હું કોટ છું, ને મારાં સ્તન [તેના] બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
11
સુલેમાનને બઆલ-હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી; તેણે તે દ્રાક્ષાવાડી રખેવાળોને ભાડે આપી; તેના ફળને માટે દરેકને એક હજાર રૂપિયા લાવી આપવાના હતા.
12
મારી દ્રાક્ષાવાડી જે મારી માલિકીની છે, તે મારી સમક્ષ છે; હે સુલેમાન, એ હજાર તો તને મળશે, અને તેના ફળની રખેવાળી કરનારને બસેં [મળશે].
13
હે બાગવાસી, સખીઓ તારો સાદ સાંભળવા ધ્યાન દઈને તાકી રહી છે; મને તે સંભળાવ.
14
ઓ મારા પ્રીતમ, ઉતાવળ કર, સુગંધી દ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
All chapters:
1
2
3
4
5
6
7
8