bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
John 1
John 1
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 2 →
1
આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો.
2
તે જ આરંભે ઈશ્વરની સંઘાતે હતો.
3
તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ.
4
તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું.
5
તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ.
6
ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું.
7
તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે.
8
તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો].
9
ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
10
તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ.
11
તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ.
12
પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો.
13
તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં.
14
શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
15
યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે.
16
કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા.
17
કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.
18
ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.
19
જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે, “તમે કોણ છો?” ત્યારે તેની સાક્ષી આ હતી:
20
એટલે તેણે કબૂલ કર્યું, અને નકાર કર્યો નહિ; પણ કબૂલ કર્યું, “હું તો ખ્રિસ્ત નથી.”
21
તેઓએ તેને પૂછયું, “તો શું? તમે એલિયા છો?” તે કહે છે, “હું તે નથી.” “શું તમે તે [આવનાર] પ્રબોધક છો?” તેણે તેઓને ઉત્તર આપ્યો, “ના.”
22
માટે તેઓએ તેને પૂછયું, “તમે કોણ છો? કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તમે પોતાના વિષે શું કહો છો?”
23
તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું, ‘પ્રભુનો માર્ગ સીધો કરો, ’ તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું”
24
ફરોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા.
25
તેઓએ તેને પૂછયું, “જો તમે ખ્રિસ્ત નથી, અથવા એલિયા નથી, અથવા તે [આવનાર] પ્રબોધક નથી, તો તમે બાપ્તિસ્મા શા માટે કરો છો?”
26
યોહાને તેઓને ઉત્તર આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ તમારી મધ્યે એક ઊભા રહેલા છે, તેમને તમે ઓળખતા નથી.
27
તે જ મારી પાછળ આવે છે અને તેમના ચંપલની વાધરી છોડવા હું યોગ્ય નથી.”
28
યર્દનને પેલે પાર બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, ત્યાં એ વાતો બની.
29
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!
30
જેના વિષે મેં કહ્યું કે, મારી પાછળ એવા એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયા છે; કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે.
31
મેં તેમને ઓળખ્યા ન હતા; પણ ઇઝરાયલની આગળ તે પ્રગટ થાય, એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું.”
32
યોહાને સાક્ષી આપી કે, “આત્માને કબૂતરની જેમ આકાશથી ઊતરતો મેં જોયો; તે તેમના પર રહ્યો.
33
મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેમણે જ મને કહ્યું કે, ‘જેમના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.’
34
મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”
35
બીજે દિવસે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો.
36
તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું, “જુઓ ઈશ્વરનું હલવાન!”
37
તે બે શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
38
તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછયું, “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું, “રાબ્બી (જેનો અર્થ ગુરુ થાય છે), તમે કયાં રહો છો?”
39
તેમણે તેઓને કહ્યું, “આવીને જુઓ.” માટે તેઓ ગયા, અને તે જ્યાં રહેતા હતા તે સ્થળ જોયું; અને તે દિવસે તેઓ તેમની સાથે રહ્યા. તે વખતે આશરે દશમી હોરા થઈ હતી. (એટલે બપોર પછી ચાર વાગ્યા હતા.)
40
જે બે [શિષ્યો] યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
41
તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યા છે.”
42
તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું, “તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે (જેનો અર્થ પથ્થર છે).”
43
બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ, અને ફિલિપને મળીને તેમણે તેને કહ્યું, “મારી પાછળ આવ.”
44
હવે ફિલિપ તો બેથસાઈદાનો, એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો, હતો.
45
ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”
46
ત્યારે નથાનિયેલે તેને પૂછ્યું, “શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે?” ફિલિપ તેને કહે છે, “આવીને જો.”
47
ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, “જુઓ આ ખરેખરો ઇઝરાયલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!”
48
નથાનિયેલ તેમને કહે છે, “તમે મને કયાંથી ઓળખો છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો ત્યાર ૫હેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.”
49
નથાનિયેલે તેમને ઉત્તર આપ્યો, “રાબ્બી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.”
50
ઈસુએ તેને કહ્યું, “મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે.”
51
તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Recommended Reading
Commentary
John Commentaries
→
Devotional
John Devotional Guide
→
Get This Bible
GUOV Study Bible
→