bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
John 6
John 6
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 7 →
1
એ પછી ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસનો [કહેવાય] છે, તેને પેલે પાર ઈસુ ગયા.
2
લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
3
ઈસુ પહાડ પર ગયા, અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠા.
4
હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5
માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”
6
પણ તેમણે તેને પારખવા માટે એ પૂછયું; કેમ કે તે શું કરવાના હતા, તે તે પોતે જાણતા હતા.
7
ફિલિપે તેમને ઉત્તર આપ્યો, “બસો દીનારની રોટલી તેઓને માટે બસ નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.”
8
તેમના શિષ્યોમાંનો એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે,
9
“એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી, અને બે માછલી છે; પણ તે આટલાં બધાંને કેમ પહોંચે?”
10
ઈસુએ કહ્યું, “લોકોને બેસાડો.” હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા, અને પુરુષોની સંખ્યા આશરે પાંચેક હજારની હતી.
11
ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી, અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું.
12
તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે, “કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો”
13
તે માટે તેઓએ તે એકઠા કર્યા, અને તે જવની પાંચ રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરી.
14
માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”
15
લોકો આવીને મને રાજા કરવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
16
સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકાંઠે ગયા.
17
હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું, અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
18
ભારે પવન વાયાથી સમુદ્ર ઊછળતો હતો.
19
જ્યારે તેઓ હલેસાં મારીને આશરે ત્રણેક માઈલ ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા દેખીને તેઓ બીધા.
20
પણ તે તેઓને કહે છે, “એ તો હું છું; ગભરાશો નહિ.”
21
ત્યારે આનંદથી તેઓએ તેમને હોડીમાં લીધા, અને તેઓ જયાં જતા હતા તે જગાએ હોડી તરત આવી પહોંચી.
22
બીજે દિવસે જે લોકો સમુદ્રને પેલે પાર ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી, અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચઢયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
23
(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.)
24
માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા.
25
પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેમને મળીને તેમને પૂછયું, “રાબ્બી, તમે ક્યારે અહીં આવ્યા?”
26
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ઘરાયા તે માટે [શોધો છો].
27
જે અન્ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.”
28
ત્યારે તેઓએ તેમને પૂછયું, “અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?”
29
ઈસુએ તેઓને કહ્યું, “જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.”
30
માટે તેઓએ તેમને કહ્યું, “તમે શો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
31
અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, ‘તેમણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી.’
32
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી. પણ આકાશમાંથી જે ખરી રોટલી [આવે] છે, તે મારા પિતા તમને આપે છે.
33
કેમ કે આકાશમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.”
34
ત્યારે તેઓએ તેમને કહ્યું, “પ્રભુ, તે રોટલી સદા અમને આપો.”
35
ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
36
પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ નથી કરતા.
37
પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
38
કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.
39
જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે આપ્યું છે, તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહિ, પણ છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું.
40
કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.”
41
એ માટે યહૂદીઓએ તેમને વિષે કચકચ કરી, કેમ કે તેમણે કહ્યું હતું, “આકાશમાંથી ઊતરેલી રોટલી હું છું.”
42
તેઓએ કહ્યું, “યૂસફનો દીકરો, ઈસુ જેનાં માબાપને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, આકાશમાંથી હું ઊતર્યો છું?”
43
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે અંદરોઅંદર કચકચ ન કરો.
44
જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
45
પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
46
કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી. ઈશ્વરની પાસેથી જે આવ્યો છે તેણે જ પિતાને જોયા છે.
47
હું તમને ખચીત ખચીત કહું છું કે, જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.
48
હું જીવનની રોટલી છું.
49
તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મરી ગયા.
50
જે રોટલી આકાશમાંથી ઊતરે છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહિ.
51
જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]
52
એ માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું, “એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?”
53
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.
54
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
55
કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે, અને મારું લોહી ખરેખરું પીવાનું છે.
56
જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
57
જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે, અને હું પિતાને આશરે જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે આશરે જીવશે.
58
જે રોટલી આકાશમાંથી ઊતરી તે એ જ છે. જેમ [તમારા] પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે.”
59
તેમણે કપર-નાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
60
એ માટે તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?”
61
પણ મારા શિષ્યો એ વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણી લઈને તેઓને કહ્યું, “શું એ તમને ઠોકર ખવડાવે છે?
62
ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
63
જે જિવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
64
પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે.” કેમ કે કોણ અવિશ્વાસીઓ છે, અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, એ ઈસુ પ્રથમથી જાણતા હતા.
65
તેમણે કહ્યું, “મેં એ જ કારણથી તમને કહ્યું હતું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.”
66
આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાક પાછા જઈને ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહિ.
67
તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછયું, “શું તમે પણ જતા રહેવા ચાહો છો?”
68
સિમોન પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
69
અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે જ છો.”
70
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.”
71
તેમણે તો સિમોનના [દીકરા] યહૂદા ઇશ્કરિયોત વિષે તે કહ્યું; કેમ કે એ, બારમાંનો એક છતાં, તેમને પરસ્વાધીન કરનાર હતો.
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 7 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21