bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
John 21
John 21
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
1
એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું; અને તેમણે આવી રીતે દર્શન આપ્યું.
2
સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા.
3
સિમોન પિતર તેઓને કહે છે, “હું માછલાં મારવા જાઉં છું” તેઓ તેને કહે છે, “અમે પણ તારી સાથે આવીએ છીએ.” ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહિ.
4
પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા. પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.
5
તેથી ઈસુ તેઓને કહે છે, “છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ તેમને ઉત્તર આપ્યો “નથી.”
6
ત્યારે તેમણે તેઓને કહ્યું, “હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે.” તેથી તેઓએ [તે તરફ જાળ] નાખી. પછી એટલી બધી માછલી તેમાં [ભરાઈ આવી] કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
7
તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો.
8
પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ આશરે બસો હાથ જેટલે છેટે હતા.
9
તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી, તથા રોટલી જોયાં.
10
ઈસુ તેઓને કહે છે, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.”
11
એથી સિમોન પિતર [હોડી પર] ચઢીને એક સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; અને જો કે એટલી બધી [માછલીઓ] હતી તોપણ જાળ ફાટી ગઈ નહિ.
12
ઈસુ તેઓને કહે છે, “આવો નાસ્તો કરો.” તે પ્રભુ છે, એ જાણીને શિષ્યોમાંના કોઈથી “તમે કોણ છો.” એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ.
13
ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી. અને માછલી પણ [આપી].
14
મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
15
હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.”
16
તે ફરીથી બીજી વાર તેને પૂછે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “મારાં ઘેટાંને સાચવ.”
17
તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.
18
હું તને ખચીત ખચીત કહું છું કે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. પણ જ્યારે તું ઘરડો થશે, ત્યારે તું તારા હાથ લાંબા કરશે, અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહિ ચાહતો હોય ત્યાં તને લઈ જશે.”
19
હવે કયા પ્રકારના મોતથી તે ઈશ્વરનો મહિમા પ્રગટ કરશે, એ સૂચવતાં તેમણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે, “તું મારી પાછળ આવ.”
20
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.
21
તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?”
22
ઈસુ તેને કહે છે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.”
23
તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિષે એમ નહોતું કહ્યું કે, તે મરશે નહિ; પણ એમ [કહ્યું હતું] કે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?”
24
જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે. અને તેની સાક્ષી ખરી છે, એ અમે જાણીએ છીએ.
25
ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારું છું.???????? 1
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Recommended Reading
Commentary
John Commentaries
→
Devotional
John Devotional Guide
→
Get This Bible
GUOV Study Bible
→