bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Jonah 2
Jonah 2
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
1
તે વખતે યૂનાએ માછલીના પેટમાથી પોતાના ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી.
2
તેણે કહ્યું, “મારી વિપત્તીને લીધે મેં યહોવાને વિનંતી કરી, ને તેમણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તમે મારો સાદ સાંભળ્યો.
3
કેમ કે તમે મને ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો મારા પર ફરી વળ્યાં.
4
મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.
5
પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યાં. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા.
6
હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.
7
મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં તમારી હજૂરમાં પહોંચી.
8
જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે.
9
પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”
10
યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર બહાર કાઢી લાવ્યો.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
All chapters:
1
2
3
4