bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Jonah 4
Jonah 4
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
1
પણ તેથી યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.
2
તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.
3
તેથી, હે યહોવા હવે કૃપા કરીને મારો જીવ લઈ લો; કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે.”
4
ત્યારે યહોવાએ કહ્યું, “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”
5
પછી યૂના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો, ત્યાં પોતાને માટે માંડવો બાંધીને નગરનું શું થાય છે તે જોવાને રાહ જોતો તેની નીચે બેઠો.
6
યહોવા ઈશ્વરે કીકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો, ને તેને યૂનાની ઉપર ઝઝૂમતો બનાવ્યો, જેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીકાયોનના વેલાને લીધે યૂના બહું જ આનંદ પામ્યો.
7
પણ બીજે દિવસે સવાર થતાં ઈશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો, તેણે કીકાયોનના વેલાને કરડી ખાધો, તેથી તે સુકાઈ ગયો.
8
વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”
9
ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “કીકાયોનના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે?” તેણે કહ્યું, “ગુસ્સે થવાથી, મારું મોત આવે તોપણ તે મને વાજબી લાગે છે.”
10
યહોવાએ કહ્યું, “કીકાયોનના વેલાને માટે તેં મહેનત કરી નથી, ને તેને રોપ્યો પણ નથી. તે એક રાતમાં ઊગ્યો ને બીજી રાતે નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે.
11
તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”
← Chapter 3
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
All chapters:
1
2
3
4