bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Jonah 3
Jonah 3
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 4 →
1
પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું,
2
“ઊઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર.”
3
આથી યૂના ઊઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહું મોટું [શહેર] હતું. ત્રણ દિવસની મુસાફરી જેટલો [તેનો ઘેરાવો હતો].
4
યૂનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મુસાફરી કરી, અને પોકારીને કહ્યું, “ચાળીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”
5
નિનવેના લોકોએ ઈશ્વર [ના વચન] પર વિશ્વાસ કર્યો. અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું.
6
નિનવેના રાજાને એ વાતની ખબર થઈ, એટલે તે પોતાની ગાદી પરથી ઊઠ્યો, ને પોતાનો ઝબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને ને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં રાખમાં બેઠો.
7
અને તેણે તથા તેના અમીરોએ [કરેલા] ઠરાવ પ્રમાણે નિનવેમાં સર્વત્ર ઢંઢેરો પિટાવ્યો, “માણસ તેમ જ ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પણ કંઈ પણ ચાખે નહિ. તેઓ ખાય નહિ, તેમ પાણી પણ પીએ નહિ.
8
પણ માણસ તથા પશું બંને ટાટ ઓઢે, ને તેઓ ઈશ્વરની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોરજુલમ બંધ કરે.
9
આથી કદાચ ઈશ્વર [પોતાનો વિચાર] બદલીને પશ્ચાતાપ કરે, ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય.”
10
તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 4 →
All chapters:
1
2
3
4