bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Leviticus 13
Leviticus 13
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 14 →
1
અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
2
“જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદું કે ચળકતું ચાઠું થાય, ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય, તો તેને હારુન યાજકની પાસે કે તેના જે યાજકપુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવવો:
3
અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.
4
જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ઘોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે.
5
અને સાતમે દિવસે યાજક તેને તપાસે; અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય, ને રોગ ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક બીજા સાત દિવસ સુધી તેને પૂરી રાખે.
6
અને યાજક તેને સાતમે દિવસે બીજીવાર તપાસે, અને જો, તે રોગ ઝાંખો પડયો હોય, ને તે ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદું ન સમજવું. અને તે પોતાનાં વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય.
7
પણ જો શુદ્ધિકરણને માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી, ચાંદું ચામડીમાં પસરે, તો તે બીજી વાર પોતાને યાજકને બતાવે.
8
અને યાજક તેને તપાસે, ને જો રોગ ત્વચામાં પસર્યો હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢ છે.
9
જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય, તો તેને યાજકની આગળ લાવવો.
10
અને યાજક તેને તપાસે, ને જુઓ, ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય, ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય, ને ઢીંમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય,
11
તો એ તેના શરીરની ત્વચામાં જૂનો કોઢ છે, ને યાજક તેને અશુદ્ધ ઠરાવે; તે તેને પૂરી ન રાખે; કેમ કે તે અશુદ્ધ છે.
12
અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પસરે, ને જો રોગીના માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં સુધી, જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં આખી ત્વચામાં કોઢ પસરી ગયો હોય;
13
તો યાજક તેને તપાસી જુએ, અને જો, તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય, તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે; તે સઘળું ઘોળું થઈ ગયું છે; તે શુદ્ધ છે.
14
પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય, ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય.
15
અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે, એ દુખાતું માંસ અશુદ્ધ છે; તે તો કોઢ છે.
16
અથવા જો દેખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય, તો તે યાજક પાસે આવે,
17
ને યાજક તેને તપાસે; અને જો રોગ ધોળો થઈ ગયો હોયમ તો રોગને યાજક શુદ્ધ ઠરાવે; તે શુદ્ધ છે.
18
અને [જો કોઈના] શરીરનીઇ ત્વચામાં ગૂમડું થઈને તે મટી ગયું હોય,
19
ને ગૂમડાંની જગાએ ધોળું ઢીમું, કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદું દેખાતું હોય, તો તે યાજકને બતાવવું.
20
અને યાજક તેને તપાસે, ને જુઓ, તે ત્વચા કરતાં ઊડું જણાતું હોય, ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; તેને તો કોઢનો રોગ સમજવો, તે ગૂમડાંના ફાટી નીકળ્યો છે.
21
પણ જો યાજક એને તપાસે, ને જો તેમાં કોઈ ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ ઝાંખો હોય, તો યાજક તેને સાત દિવસ પૂરી રાખે.
22
અને જો તે ત્વચામાં પસરી જાય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો રોગ સમજવો.
23
પણ જો એ ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને પસરે નહિ, તો તે [આગલા] ગૂમડાનું ચાઠું છે; અને યાજક તેને શુદ્ધ ઠરાવે.
24
અથવા [કોઈના] શરીરની ત્વચામાં દાઝ્યાથી ડામ પડેલો હોય, ને જો ડામના દુખાતા [માંસ] માં રતાશવાળું, ધોળું કે ધોળું ચળકતું ચાંદું પડે;
25
તો યાજક તેને તપાસે; અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય, ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય, તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો. અને યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.
26
પણ જો યાજક તેને તપાસે ને જુઓ, તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડું ન હોય, પણ ઝાંખું દેખાતું હોય, તો યાજક તેને સાત દિવસ સુધી પૂરી રાખે.
27
અને સાતમે દિવસે યાજક તેને તપાસે, અને જો તે ત્વચામાં પસરતું જણાતું હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.
28
અને જો ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને ત્વચામાં પસર્યું ન હોય, પણ ઝાંખું થઈ ગયું હોય, તો તેને દાઝયાનું ઢીમું સમજવું, ને યાજક તેને શુદ્ધ ઠરાવે; કેમ કે તે દાઝયાનું ચાઠું છે.
29
અને જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથે કે દાઢીએ રોગ હોય,
30
તો યાજક તે રોગ તપાસે, અને જો તે ત્વચા કરતાં ઊંડો દેખાતો હોય, ને તે ઉપર પીળા બારીક વાળ હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એને ઉંદરી, એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજવો.
31
અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે, ને જો, તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય, ને તેમાં કાળા વાળ ન હોય, તો યાજક ઉંદરીવાળા દરદીને સાત દિવસ સુધી પૂરી રાખે.
32
અને સાતમે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો, તે ઉંદરી પસરી ન હોય, ને તેમાં પીળા વાળ ન હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય,
33
તો તેને મૂંડાવવો, પણ ઉંદરી [વાળી જગા] તે ન મૂંડાવે. અને યાજક તે ઉંદરીવાળાને બીજા સાત દિવસ સુધી પૂરી રાખે.
34
અને સાતમે દિવસે યાજક તે ઉંદરીને તપાસે. અને જો, તે ઉંદરી ત્વચામાં પસરી ન હોય, ને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે; અને તે પોતાનાં વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય.
35
પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પસરે,
36
તો ઉંદરી ત્વચામાં પસરેલી હોય, તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે; એ તો અશુદ્ધ જન છે.
37
પણ જો ઉંદરી તેને ત્યાં ને ત્યાં જ રહેલી દેખાય, ને તેમાં કાળા વાળ ઊગ્યા હોય, તો ઉંદરી મટી ગિઇ [સમજવી], તે જન શુદ્ધ છે. અને યાજક તેને શુદ્ધ ઠરાવે.
38
અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરની ત્વચામાં ચળકતાં ચાંદાં, એટલે ઘોળાં ચળકતાં ચાંદાં હોય,
39
તો યાજક તપાસ કરે. અને જો, તેઓના શરીરની ત્વચામાંનાં ચળકતાં ટપકાં ફિકકાં રંગનાં હોય, તો તે કરોળિયા સમજવા. તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે; તે જન શુદ્ધ છે.
40
અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય, તો તે ટાલિયો છે; તે શુદ્ધ છે.
41
અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડયા હોય, તો તે કપાળટાલિયો છે; તે શુદ્ધ છે.
42
પણ જો ટાલિયા માથામાં કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં કોઢ નીકળે છે [એમ જાણવું].
43
[એમ હોય] તો યાજક તેને તપાસે; અને જો, તેના ટાલિયા માથામાંનું કે ટાલિયા કપાળમાંનું રોગનું ઢીમું રતાશવાળું ધોળું હોય, એટલે શરીરની ત્વચામાં કોઢ જેવું દેખાતું હોય,
44
તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચે અશુદ્ધ ઠરાવે; તેના માથામાં રોગ છે.
45
અને કોઢના દરદીનાં વસ્ત્ર ફાડી નંખાય, ને તે ઉઘાડે માથે ફરે, ને તે પોતાના ઉપલા હોઠ પર મૂમતી બાંધે, ને એવી બૂમ પાડે કે, ‘અશુદ્ધ, અશુદ્ધ’.
46
જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય. તે અશુદ્ધ છે; તે એકલો રહે; છાવણી બહાર તેનું રહેઠાણ થાય.
47
અને જે વસ્ત્ર કોઢના રોગના ચેપવાળું હોય, પછી તે વસ્ત્ર ઊનનું હોય કે શણનું હોય,
48
તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય,
49
અને તે વસ્ત્રમાં, અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં, અથવા ચામડાની બનેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય; તો તેને કોઢનો રોગ સમજવો, ને યાજકને તે બતાવવો.
50
અને યાજક તે રોગ તપાસે, ને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
51
અને તે રોગને સાતમે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કોઢ સમજવો; તે અશુદ્ધ છે.
52
અને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે, પછી તે [ચેપ] તાણાને કે વાણાને, શણના [લૂંગડા] ને કે ઊનનાને, કે ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ; કેમ કે તે કોહવાડતો કોઢ છે; તેને આગમાં બાળી નાખવું.
53
અને જો યાજક તપાસે, ને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પસર્યો ન હોય,
54
તો યાજક એવી આજ્ઞા કરે કે, તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે, ને બીજા સાત દિવસ સુધી તે તેને બંધ કરી રાખે.
55
અને ધોયા પછી યાજક તે રોગ તપાસે. અને તે રોગ પસર્યો ન હોય, પણ તે રોગનો રંગ બદલાયો ન હોય, તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. ચાંદું અંદર હોય, કે બહાર હોય, પણ તે કોહવાડતો [કોઢ] છે.
56
અને જો યાજક તપાસે, ને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય, તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી, કે તાણામાંથી કે વાણામાંથી તે ફાડીને કાઢી નાખે.
57
અને જો તે હજી પણ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, અથવા ચામડાની કોઈપણ વસ્તુમાં દેખાય, તો તે પસરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી.
58
અને જે વસ્ત્ર, એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધૂએ, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય, તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે.
59
ઊનના કે શણના વસ્ત્રના તાણામાંના કે વાણામાંના, કે ચામડાની કોઈપણ વસ્તુમાંના રોગની બાબતમાં, શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિષેનો નિયમ એ છે.”
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27