bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Leviticus 6
Leviticus 6
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 7 →
1
અને યહોવાએ મૂસાને કહ્યું,
2
“જો કોઈ જન પાપ કરે, ને યહોવાની વિરુદ્ધ અપરાધ કરીને અનામતની બાબતમાં કે ગીરો મૂકવાની બાબતમાં કે લૂટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે કે, તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય,
3
અથવા કોઈ ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે દગો કરે, ને જૂઠા સોગન ખાય; જો કોઈ માણસ આ બધામાંથી કંઈ પણ કરીને પાપ કરે;
4
જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય, અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય, અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય,
5
અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે. તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું.
6
અને તે યહોવાની આગળ પોતાનું દોષાર્થાર્પણ, એટલે ટોળમાંનો તારા ઠરાવ્યા પ્રમાણેનો ખોડખાંપણ વગરનો ઘેટો, યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે,
7
અને યાજક યહોવાની સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે તેની તેને ક્ષમા કરવામાં આવશે.”
8
અને યહોવાએ મૂસાને કહ્યું,
9
“હારુનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે, દહનીયાર્પણનો નિયમ આ છે: દહનીર્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે, અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.
10
અને યાજક પોતાનું શણનું વસ્ત્ર પહેરે, ને પોતાના દેહ પર પોતાની શણની ઈજાર પહેરે. અને અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદી પાસે મૂકે.
11
અને તે પોતાનાં વસ્ત્ર ઉતારે, ને બીજાં વસ્ત્ર પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગાએ લઈ જાય.
12
અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો, ને તેને હોલવાઈ જવા ન દેવો. અને દર સવારે યાજક તે પર લાકડાં બાળે, ને તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે, ને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.
13
અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાઈ જવા ન દેવો.
14
અને ખાદ્યાર્પણનો નિયમ આ છે. હારુનના પુત્રો તેને યહોવાની સમક્ષ વેદી સામે ચઢાવે.
15
અને તે એમાંથી એક ખોબાભર ખાદ્યાર્પણનો મેંદો તથા તેનું તેલ, અને ખાદ્યાર્પણનો બધો લોબાન લીને યાદગીરી દાખલ, યહોવાને માટે સુવાસને અર્થે વેદી ઉપર તેનું દહન કરે.
16
અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય.
17
તેને ખમીર સહિત પકાવવું નહિ. મેં મારા હોમયજ્ઞમાંથી તે તેઓને તેઓના હિસ્સા દાખલ આપ્યું છે; પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.
18
હારુનપુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞમાંથી તેમના હમેશના તથા વંશપરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય.”
19
અને યહોવાએ મૂસાને કહ્યું,
20
“હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાને આ અર્પણ કરવું:એટલે, ખાદ્યાર્પણને માટે હમેશ એક દશાંશ એફાહ મેંદોં, તેમાંથી અર્ધો સવારે, ને અર્ધો સાંજે.
21
તેને કઢાઈમાં તેલથી તળવો. જયારે તે તળાઈ રહે ત્યારે તેને અંદર લાવવો, તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવા પ્રત્યે સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.
22
અને તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હમેશના વિધિથી તેનું યહોવાને માટે પૂરેપૂરું દહન કરાય.
23
અને યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું; તે ખાવું નહિ.”
24
અને યહોવાએ મૂસાને કહ્યું,
25
“હારુનને તથા તેના પુત્રોને એમ કહે કે, પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાની આગળ પાપાર્થાર્પણ પણ કપાય; તે પરમપવિત્ર છે.
26
જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે, તે તે ખાય; પવિત્ર જગામાં, એટલે મુલાકાતમંડપના આંગણામાં તે ખાવામાં આવે.
27
જે કંઈ તેના માંસનો સ્પર્શ કરે તે શુદ્ધ ગણાય. અને જ્યારે તેના રક્તમાંનું કંઈ કોઈ વસ્ત્ર પર છંટાય, ત્યારે જેના પર તે છંટાયું હોય, તેને તારે પવિત્ર જગામાં ધોઈ નાખવું.
28
પણ જે હાંલ્લામાં તે બફાયું હોય, તે હાંલ્લાને ભાંગી નાખવું. અને જો પિત્તળના વાસણમાં તે બફાયું હોય, તો તેને માંજીને પાણીએ વીછળવું.
29
યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય; તે પરમપવિત્ર છે.
30
અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું.
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 7 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27