bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Leviticus 8
Leviticus 8
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 9 →
1
અને યહોવાએ મૂસાને કહ્યું,
2
“હારુન તથા તેની સાથે તેના પુત્રો તથા વસ્ત્રો તથા અભિષેકનું તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી, તેઓને લઈને
3
મુલાકાતમંડપના બારણા આગળ સમગ્ર પ્રજાને ભેગી કર.”
4
અને યહોવાએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ કર્યું. અને મુલાકાતમંડપના બારણા આગળ સર્વ ઇઝરાયલીઓની સભા એકઠી થઈ.
5
અને મૂસાએ સભાને કહ્યું કે, યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે તે આ છે.
6
અને મૂસાએ હારુનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું.
7
અને તેણે હારુનને અંગરખો પહેરાવ્યો, ને તેની કમરે કમરબંધ બાંધ્યો, ને તેને જામો પહેરાવ્યો, ને તેને એફોદ પહેરાવ્યો, ને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો, અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.
8
અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું. અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જડયા.
9
અને તેણે તેને માથે પાઘડી પહેરાવી. અને પાઘડીની આગળ તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ ચોઢયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.
10
અને મૂસાએ અભિષેકનું તેલ લઈને મંડપનો તથા તેમાંના બધાંનો અભિષેક કર્યો ને તેઓને પાવન કર્યા.
11
અને તેમાંનું તેણે વેદી પર સાત વાર છાંટ્યું, ને વેદીને તથા તેનાં સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા માટે તેઓનો અભિષેક કર્યો.
12
અને તેણે અભિષેકના તેલમાંથી હારુનના માથા પર રેડીને તેને પાવન કરવા માટે તેનો અભિષેક કર્યો.
13
અને મૂસાએ હારુનના પુત્રોને હાજર કરીને તેઓને અંગરખા પહેરાવ્યા, ને તેઓની કમરે પટક બાંધ્યા, ને તેઓને માથે ફાળિયાં બાંધ્યા. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.
14
અને તે પાપાર્થાર્પણના બળદને લાવ્યો. અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેમના હાથ મૂક્યા.
15
અને તેણે તે કાપ્યો. અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે લગાડયું, ને વેદીને શુદ્ધ કરીને [બાકીનું] રક્ત વેદીના થડમાં તેને માટે પ્રાયશ્ચિત્ત કરવાને રેડી દીધું, ને તેને પાવન કરી.
16
અને મૂસાએ આંતરડાં પરની બધી ચરબી, તથા કલેજા પરનું ચરબીનું પડ, તથા બન્ને ગુરદા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું.
17
પણ બળદ [નું બાકીનું શરીર] તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવણી બહાર અગ્નિથી બાળી નાખ્યાં, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.
18
નઅએ તેણે દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો, અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.
19
અને તેણે તે કાપ્યો, અને મૂસાએ વેદી પર ચારે બાજુએ તેનું રક્ત છાંટયું.
20
અને તેણે તે ઘેટાને કાપીને તેના ટુકડાનું તથા ચરબીનું દહન કર્યું.
21
અને તેણે પાણીથી તેનાં આંતરડાં તથા પગ ધોયાં. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું; તે સુવાસને માટે દણનીયાર્પણ હતું. તે યહોવાને માટે હોમયજ્ઞ હતું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.
22
અને તેણે બીજા ઘેટાને, એટલે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો. અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.
23
અને તેણે તે કાપ્યો, અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડયું.
24
અને હારુનના પુત્રોને હાજર કરીને મૂસાએ તે રક્તમાંથી તેઓના જમણા કાનની ટીશી પર, તથા તેઓના જમણા હાથના અંગૂઠા પર તે લગાડયું; અને મૂસાએ તે રક્ત વેદી પર ચારે બાજુએ છાંટયું.
25
અને તેની ચરબી તથા પુષ્ટ પૂછડી તથા આંતરડાં પરની બધી ચરબી તથા કલેજા પરનું ચરબીનું પડ તથા બન્ને ગુરદા તથા તેની ચરબીનું પડ તથા બન્ને ગુરદ તથા તેની ચરબીનું પડ તથા બન્ને ગુરદા તથા તેની ચરબી તથા જમણું બાવડું, એ તેણે લીધાં.
26
અને જે બેખમીર રોટલીની ટોપલી યહોવની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીર પોળી તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણા બાવડા ઉપર મૂક્યાં.
27
અને તેણે એ બધું હારુનના હાથમાં તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાની સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું.
28
અને મૂસાએ તે તેઓના હાથમાંથી લઈને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતાં; તે યહોવાને માટે હોમયજ્ઞ હતો.
29
અને મૂસાએ છાતી લઈને યહોવાની સમક્ષ તેની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું; એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
30
અને મૂસાએ અભિષેકના તેલમાંથી, તથા વેદી ઉપરના રક્તમાંથી લઈને હારુન પર, તથા તેનાં વસ્ત્રો પર, તથા તેના પુત્ર પર, તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટયું, અને હારુનને તથા તેનાં વસ્ત્રોને, તથા તેના પુત્રોને તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રોને પાવન કર્યાં.
31
અને મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, “મુલાકાતમંડપના દ્વાર પાસે તે માંસ બાફો, અને જેમ મેં આ કરીને કહ્યું, તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ.
32
અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે બાકી રહે, તે આગમાં બાળી નાખો.
33
અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતાં સુધી તમે મુલાકાતમંડપના બારણાની બહાર જશો નહિ; કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠાઅ કરશે.
34
તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે.
35
અને તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું, એ માટે કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”
36
અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાવેલી સર્વ ક્રિયાઓ હારુને તથા તેના પુત્રોએ કરી.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 9 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27