bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Mark 11
Mark 11
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 12 →
1
અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે,
2
ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
3
અને જો કોઈ તમને પૂછે, ‘તમે શા માટે એમ કરો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે;’ અને તરત તે એને અહીં મોકલશે.”
4
અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; અને તેઓ તેને છોડે છે.
5
અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને પૂછ્યું, “વછેરાને તમે શું કરવા છોડો છો?”
6
અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા.
7
અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા.
8
અને ઘણાઓએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી].
9
અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું, “હોસાન્ના! પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય!
10
આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”
11
અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે [શિષ્યો] સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા.
12
અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા;
13
અને એક અંજીરી જેને પાંદડાં આવ્યાં હતાં તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે; અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ૠતુ ન હતી.
14
અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
15
અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં.
16
અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ.
17
અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”
18
અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા.
19
અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા.
20
અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ.
21
અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.”
22
અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો.
23
કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે.
24
એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
25
અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
26
પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.”
27
અને ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ મંદિરમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેમની પાસે આવીને
28
તેમને કહ્યું, “કયા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ કામો કરવાનો તમને કોણે અધિકાર આપ્યો?
29
અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ.
30
યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.”
31
અને તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો કહીએ કે, ‘આકાશથી’; તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો?
32
પણ જો કહીએ કે, ‘માણસથી’-તો તેઓ લોકોથી બીધા, કેમ કે બધા લોકો યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા.
33
અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.”
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
Recommended Reading
Commentary
Mark Commentaries
→
Devotional
Mark Devotional Guide
→
Get This Bible
GUOV Study Bible
→