bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Mark 5
Mark 5
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 6 →
1
અને તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
2
અને તે હોડીમાંથી ઊતર્યા એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
3
તે કબરસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો.
4
કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો.
5
અને તે નિત્ય રાતદિન પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો રહેતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
6
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો.
7
અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”
8
કેમ કે તેમણે એને કહ્યું હતું, “અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.”
9
અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”
10
અને એણે તેમને ઘણી વિનંતી કરી કે, તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
11
હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
12
અને તેઓએ તેમને વિનંતી કરી, “તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ.”
13
અને તેમણે તેઓને રજા આપી. અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા! અને તે ટોળામાં આશરે બે હજાર [ભૂંડ] હતાં. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યાં, ને સમુદ્રમાં ગૂંગળાઈ મર્યાં.
14
અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી; અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા.
15
અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.
16
અને દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે [સારો] થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું.
17
અને તેઓ તેમને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતા રહે.
18
અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી.
19
પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ.”
20
અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.
21
અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
22
અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવે છે, ને તેમને જોઈને તેમના પગ આગળ પડે છે.
23
અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.”
24
અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.
25
અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો,
26
ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.
27
તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી, ને તેમના વસ્ત્રને અડકી.
28
કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.”
29
અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું.
30
અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?”
31
અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’”
32
અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેમણે આસપાસ નજર ફેરવી.
33
અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું.
34
અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”
35
તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?”
36
પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહ્યું, “બી નહિ, માત્ર વિશ્વાસ રાખ.”
37
અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા.
38
અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે.
39
અને તે અંદર આવીને તેઓને કહે છે, “તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે.”
40
અને તેઓએ તેમને હસી કાઢ્યા, પણ સહુને બહાર કાઢીને, છોકરીનાં માબાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે.
41
અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”
42
અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી, કેમ કે તે બાર વરસની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા.
43
અને તેમણે તેઓને ચેતવણી આપી, “કોઈ એ ન જાણે”; અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 6 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16