bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Mark 6
Mark 6
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 7 →
1
અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.
2
અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે?
3
શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.
4
પણ ઈસુએ તેઓને કહ્યું, “પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય પ્રબોધક [બીજે સ્થળે] માન વિનાનો નથી.”
5
અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા.
6
અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા. અને આસપાસ ગામોગામ તે બોધ કરતા ફર્યા.
7
અને બાર [શિષ્યો] ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
8
અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ.
9
પણ ચંપલ પહેરવાં, ને બે અંગરખા પહેરવા નહિ.”
10
અને તેમણે તેઓને કહ્યું, “તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.
11
અને જ્યાં કહીં તેઓ તમારો આવકાર ન કરે, ને તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતાં તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.”
12
અને તેઓએ નીકળીને એવો ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો.”
13
અને તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યા ને ઘણાં માદાંઓને તેલ ચોળીને તેઓને સાજાં કર્યાં.
14
અને હેરોદ રાજાએ તેમના વિષે સાંભળ્યું (કારણ, તેનું નામ પ્રસિદ્ધ થયું હતું); અને તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે, ને તેથી આવાં પરાક્રમી કામો તેનાંથી થાય છે.
15
પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” અને બીજાઓએ [કહ્યું], “પ્રબોધકોમાંના કોઈ એકના જેવો તે એક પ્રબોધક છે.”
16
પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૂએલાંમાંથી ઊઠ્યો છે.”
17
કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો, અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો; કેમ કે હેરોદ તેને પરણ્યો હતો.
18
કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું, “તારા ભાઈની પત્ની રાખવી તને ઉચિત નથી.”
19
અને હેરોદિયા તેના પર અદાવત રાખતી, ને તેને મારી નાખવા ચાહતી, પણ એમ ન કરી શકી;
20
કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.
21
અને છેવટે અનુકૂળ દિવસ આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને માટે મિજબાની કરાવી.
22
અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું, “જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.”
23
અને તેણે સમ ખાઈને તેને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અર્ધા રાજ્ય સુધી હું તને આપીશ.”
24
અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?”
25
અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્તનું માથું.” અને તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું, “હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ.”
26
અને રાજા બહુ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાનું ચાહ્યું નહિ.
27
અને તરત રાજાએ સિપાઈને મોકલીને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો, ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું.
28
અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
29
અને યોહાનના શિષ્યો એ સાંભળીને આવ્યા, ને તેનું ધડ લઈ ગયા, ને તેને કબરમાં મૂક્યું.
30
અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.
31
અને તેમણે તેઓને કહ્યું, “તમે પોતે ઉજ્જડ સ્થળે એકાંતમાં આવો, ને થોડો આરામ લો.” કેમ કે આવનારા ને જનારા ઘણા હતા, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો.
32
અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ સ્થળે એકાંતમાં ગયા.
33
અને લોકોએ તેઓને જતાં જોયા, ને ઘણાએ તેમને ઓળખ્યા, ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા.
34
અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.
35
અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજ્જડ છે, ને દિવસ ઘણો નમી ગયો છે.
36
તેઓને વિદાય કરો કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને માટે કંઈ ખાવાનું વેચાતું લે.”
37
પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તેઓને ખાવાનું આપો.” અને તેઓ તેમને કહે છે, “શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?”
38
પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ, ” અને ખબર કાઢ્યા પછી તેઓ તેમને કહે છે, “પાંચ તથા બે માછલી.”
39
અને તેમણે તેઓને હુકમ કર્યો, “બધાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.”
40
અને તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસ બેઠા.
41
અને તેમણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલીઓ ભાંગીને તેમણે તે પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને બે માછલી સહુને વહેંચી આપી.
42
અને સહુએ ખાધું, ને તૃપ્ત થયાં.
43
અને તેઓએ ટુકડાની બાર ટોપલી ભરી, ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું.
44
અને રોટલી ખાનારા આશરે પાંચ હજાર પુરુષ હતા.
45
અને તત્કાળ તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેમણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદા મોકલ્યા.
46
અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા
47
અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી, ને તે એકલા જમીન પર હતા.
48
અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે, એ જોઈને, આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું.
49
અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું, “એ તો આભાસ છે, ” ને બૂમ પાડી.
50
કેમ કે સહુ તેમને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, “હિમ્મત રાખો, એ તો હું છું; બીહો નહિ.”
51
અને તે તેઓની પાસે હોડી પર ચઢ્યા. અને પવન થંભી ગયો, અને તેઓ અતિશય વિસ્મિત થયા,
52
કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહિ, પણ તેઓનાં મન કઠણ રહ્યાં.
53
અને તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા, ને તેઓએ કિનારે લંગર કર્યું,
54
અને તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે લોકોએ તેમને તરત ઓળખ્યા,
55
ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં લઈને તેઓ ત્યાં લાવવા લાગ્યા.
56
અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં આવ્યા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા, ને તેમને વિનંતી કરી, “તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો:” અને જેટલા તેમને અડક્યા તેટલા સાજા થયા.
← Chapter 5
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 7 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16