bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
John 13
John 13
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 14 →
1
પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.
2
ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,
3
ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે.
4
એટલે ઈસુએ ભોજન પરથી ઊઠીને પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને પોતાની કમરે રૂમાલ વીંટાળ્યો.
5
પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા.
6
તે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તે બોલી ઊઠયો, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?”
7
ઈસુએ જવાબ આપ્યો, “હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ હવે પછી તને સમજાશે.”
8
પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”
9
સિમોન પિતરે જવાબ આપ્યો, “તો પ્રભુ, ફક્ત મારા પગ જ નહિ, મારા હાથ અને માથું પણ ધૂઓ.”
10
ઈસુએ કહ્યું, “જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી; કારણ, તે શુદ્ધ છે. તમે શુદ્ધ છો, પરંતુ બધા નહિ.”
11
ઈસુને ખબર હતી કે કોણ તેમને પકડાવી દેવાનો છે. તેથી જ તેમણે કહ્યું હતું, “તમે બધા શુદ્ધ નથી.”
12
બધાના પગ ધોયા પછી પોતાનો ઝભ્ભો પહેરીને ઈસુ પોતાને સ્થાને જઈને બેઠા અને પૂછયું, “મેં તમને શું કર્યું તેની સમજ પડી?
13
તમે મને ગુરુ અને પ્રભુ કહો છો, અને તે યોગ્ય જ છે; કારણ, હું એ જ છું.
14
હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
15
મેં તમને નમૂનો આપ્યો છે; જેથી તમારે માટે મેં જે કર્યું, તે તમે પણ કરો.
16
હું તમને સાચે જ કહું છું: નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને સંદેશ લાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
17
હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!
18
“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.
19
એવું બને તે પહેલાં હું તમને આ જણાવું છું; જેથી તેમ બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે જ છું.
20
હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
21
એમ કહ્યા પછી ઈસુને મનમાં ઊંડું દુ:ખ થયું અને તેમણે સ્પષ્ટ કહી દીધું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક મને દગો દેશે.”
22
તેમણે કોના સંબંધી એ કહ્યું તે અંગે શિષ્યો એકબીજાની તરફ જોવા લાગ્યા.
23
શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો.
24
સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, “તે કોના સંબંધી વાત કરે છે તે પૂછી જો.”
25
તેથી તે શિષ્યે ઈસુની છાતીને અઢેલીને પૂછયું, “પ્રભુ, તે કોણ છે?”
26
ઈસુએ જવાબ આપ્યો, “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ તે જ.” પછી તેમણે રોટલીનો એક ટુકડો લીધો, રસામાં બોળ્યો અને સિમોનના પુત્ર યહૂદા ઈશ્કારિયોતને આપ્યો.
27
જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, “જે કરવાનો હોય તે જલદી કર.”
28
ઈસુએ તેને શા માટે એવું કહ્યું એ જમવા બેઠેલામાંથી કોઈ સમજ્યો નહિ.
29
યહૂદા પૈસાની થેલી રાખતો હોવાથી કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું.
30
એટલે યહૂદા રોટલીનો ટુકડો લઈને તરત જ બહાર ગયો. તે વખતે રાત હતી.
31
યહૂદાના બહાર ગયા પછી, ઈસુએ કહ્યું, “હવે માનવપુત્રનો મહિમા પ્રગટ થાય છે અને તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે.
32
જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવપુત્રનો મહિમા પ્રગટ કરશે, અને તે ટૂંક સમયમાં જ કરશે.
33
મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.
34
હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
35
જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો.”
36
સિમોન પિતરે તેમને પૂછયું, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો, “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં આવી શક્તો નથી. પરંતુ પાછળથી તું આવશે.”
37
પિતરે પૂછયું, “પ્રભુ, શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? હું તમારે માટે મરવા પણ તૈયાર છું!”
38
ઈસુએ જવાબ આપ્યો, “શું તું મારે માટે મરવા તૈયાર છે! હું તને સાચે જ કહું છું: કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.”
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21