bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
John 3
John 3
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 4 →
1
નિકોદેમસ નામે યહૂદીઓનો એક અધિકારી હતો. તે ફરોશીઓના પંથનો હતો.
2
એક રાત્રે તે ઈસુની પાસે આવ્યો અને તેમને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે તો ઈશ્વરે મોકલેલા શિક્ષક છો. તમે જે અદ્ભુત કાર્યો કરો છો, તે કાર્યો કોઈ માણસ ઈશ્વર તેની સાથે ન હોય તો કરી શકે જ નહિ.”
3
ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”
4
નિકોદેમસે પૂછયું, “માણસ વયોવૃદ્ધ થયા પછી કેવી રીતે ફરીથી જન્મ પામી શકે? તે પોતાની માના ગર્ભમાં પ્રવેશીને ફરીવાર તો જન્મ પામી શકે જ નહિ.”
5
ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.
6
શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે.
7
તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ.
8
પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે.”
9
નિકોદેમસે પૂછયું, “પણ એ કેવી રીતે બને?”
10
ઈસુએ જવાબ આપ્યો, “તમે તો ઇઝરાયલના શિક્ષક છો અને છતાં તમને સમજ પડતી નથી?
11
હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી.
12
આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તોપણ તમે મારું માનતા નથી, તો જો હું સ્વર્ગની વાતો કહું તો તમે કેવી રીતે માનશો?
13
સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”
14
જેમ મોશેએ વેરાન પ્રદેશમાં થાંભલા પર તાંબાના સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્ર ઊંચો કરાય તે જરૂરી છે.
15
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તેને તેમના દ્વારા સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય.
16
ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.
17
કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે.
18
પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી.
19
ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે.
20
જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી.
21
પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે; જેથી તેનાં જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયાં છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય.”
22
પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયા પ્રદેશમાં ગયા. તેમણે થોડો સમય તેમની સાથે ગાળ્યો અને બાપ્તિસ્મા આપ્યાં.
23
યોહાન પણ સાલીમની નજીક એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો; કારણ, ત્યાં પુષ્કળ પાણી હતું. લોકો તેની પાસે આવતા અને તે તેમને બાપ્તિસ્મા આપતો.
24
યોહાનને હજુ સુધી જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25
યોહાનના કેટલાએક શિષ્યોને એક યહૂદી સાથે ધાર્મિક શુદ્ધિકરણ સંબંધી ચર્ચા થઈ.
26
તેથી તેઓ યોહાન પાસે જઈને કહે છે, “ગુરુજી, યર્દન નદીની સામે પાર જે માણસ તમારી સાથે હતો અને જેના વિષે તમે સાક્ષી પૂરતા હતા તે તમને યાદ છે? તે માણસ તો હવે બાપ્તિસ્મા આપે છે, અને બધાં તેની પાસે જાય છે!”
27
યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી.
28
‘હું મસીહ નથી, પરંતુ મને તેમની આગળ મોકલવામાં આવ્યો છે,’ એવું જે મેં કહેલું તેના તમે સાક્ષી છો.
29
જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે.
30
તેમનું મહત્ત્વ વધતું જાય અને મારું મહત્ત્વ ઘટતું જાય એ જરૂરી છે.”
31
જે ઉપરથી ઊતરી આવે છે તે સૌથી મહાન છે. જે પૃથ્વી પરનો છે તે પૃથ્વીનો છે, અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે.
32
તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી.
33
જે કોઈ તેની સાક્ષી કબૂલ રાખે છે તે, ઈશ્વર સાચા છે તેમ પુરવાર કરે છે.
34
જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.
35
ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.
36
જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21