bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
John 16
John 16
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 17 →
1
“તમે વિશ્વાસમાં ડગી ન જાઓ માટે મેં તમને આ બધું કહ્યું છે.
2
તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.
3
તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે.
4
આ બધું હું તમને એ માટે કહું છું કે જ્યારે તેઓ તમને તેવું કરે ત્યારે તમને યાદ આવે કે મેં તમને તે કહ્યું જ હતું. “મેં તમને પહેલેથી આ વાતો કહી ન હતી, કારણ, હું તમારી સાથે હતો.
5
પરંતુ હવે હું મારા મોકલનાર પાસે પાછો જઉં છું; છતાં તમે ક્યાં જાઓ છો, એવું તમારામાંથી કોઈ મને પૂછતું નથી.
6
પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે.
7
પરંતુ હું તમને સાચે જ કહું છું: મારું જવું તમારા લાભમાં છે; કારણ, હું જઉં નહિ તો સહાયક તમારી પાસે આવશે નહિ. પરંતુ જો હું જઉં તો હું તેને તમારી પાસે મોકલીશ.
8
જ્યારે તે આવશે, ત્યારે પાપ વિષે, સત્ય વિષે અને સજા વિષે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે.
9
તેઓ દોષિત છે; પાપ વિષે, કારણ, તેઓ મારા પર વિશ્વાસ મૂક્તા નથી;
10
સત્ય વિષે, કારણ, હું પિતા પાસે જઉં છું અને તમે મને કદી જોશો નહિ;
11
સજા વિષે, કારણ, આ દુનિયાનો શાસક સજાપાત્ર ઠરી ચૂક્યો છે.
12
“હું તમને ઘણી વાતો કહેવા માગું છું, પણ એ બધું તમે હમણાં સહન કરી શકો તેમ નથી.
13
પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.
14
તે મને મહિમાવાન કરશે, કારણ, મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે.
15
જે મારા પિતાનું છે તે બધું મારું છે; એટલે જ મેં કહ્યું કે, પવિત્ર આત્મા હું જે કહીશ તે તમને કહેશે.
16
“થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો.”
17
કેટલાક શિષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, ‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ ‘કારણ, હું પિતા પાસે જઉં છું’ એમ જે તે કહે છે, એનો અર્થ શો?
18
આ ‘થોડીવાર’ એટલે શું? તે શું કહેવા માગે છે તે આપણને કંઈ સમજાતું નથી!
19
ઈસુ જાણી ગયા કે તેઓ તેમને કંઈક પૂછવા માગે છે. એટલે તેમણે કહ્યું, “‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ એ સંબંધી તમે અંદરોઅંદર શી ચર્ચા કરો છો?
20
હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.
21
પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે.
22
એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.
23
“તે દિવસે તમે મને કશું નહિ પૂછો. હું તમને સાચે જ કહું છું: પિતા પાસે મારે નામે તમે જે કંઈ માંગશો, તે તમને તે આપશે.
24
અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”
25
“અત્યાર સુધી મેં તમને ઉદાહરણો દ્વારા આ વાતો કહી છે. પરંતુ એવો સમય આવશે જ્યારે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ નહિ, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પિતા સંબંધી વાત કરીશ.
26
તે દિવસે તમે મારે નામે તેમની પાસે માગશો. હું એમ નથી કહેતો કે હું તમારે માટે તેમને વિનંતી કરીશ; કારણ, પિતા પોતે જ તમારા પર પ્રેમ કરે છે.
27
તે તમારા પર પ્રેમ કરે છે, કારણ, તમે મારા પર પ્રેમ કરો છો અને હું ઈશ્વર તરફથી આવેલો છું તેમ માનો છો.
28
હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા તજીને પિતા પાસે જઉં છું.”
29
પછી તેમના શિષ્યોએ તેમને કહ્યું, “હવે તમે ઉદાહરણો વાપર્યા વગર સ્પષ્ટ બોલી રહ્યા છો!
30
અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો; અને કોઈ તમને પ્રશ્ર્નો પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો એમ અમે માનીએ છીએ.”
31
ઈસુએ જવાબ આપ્યો, “હજી હમણાં તમને વિશ્વાસ બેઠો?
32
એવો સમય આવે છે, અરે, આવી ચૂક્યો છે, જ્યારે તમે સૌ મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વિખરાઈ જશો. પરંતુ હું એકલો નથી. કારણ, પિતા મારી સાથે છે.
33
આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”
← Chapter 15
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 17 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21