bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Numbers 28
Numbers 28
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 27
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 29 →
1
પ્રભુએ મોશેને કહ્યું, ઇઝરાયલીઓને આ પ્રમાણે આજ્ઞા કર: “જેની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું એ મારાં ધાન્યઅર્પણ મને નિયત સમયે અગ્નિબલિ સાથે અર્પવાની તમે કાળજી રાખો.
3
વળી, તેમને કહે કે, તમારે પ્રભુને આવા અગ્નિબલિનું અર્પણ કરવું: કોઈ પણ જાતની ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન દિન પ્રતિદિન હંમેશા ચડાવવા.
4
એક હલવાનનું સવારે અને બીજા હલવાનનું સાંજે અર્પણ કરવું.
5
તેની સાથે એક લિટર ઉત્તમ પ્રકારના તેલથી મોહેલા એક કિલોગ્રામ લોટનું ધાન્યઅર્પણ કરવું.
6
એ તો આહ્લાદક સુવાસ માટે અગ્નિમાં દહન કરીને પ્રભુને ચડાવવાનો દરરોજનો દહનબલિ છે, જે સિનાઇ પર્વત પર ઠરાવાયો હતો.
7
દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો.
8
બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે.
9
“સાબ્બાથદિને તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન અને ધાન્યઅર્પણ તરીકે બે કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.
10
દર સાબ્બાથદિને આ દહનબલિ દરરોજના દહનબલિ ઉપરાંત તેના દ્રાક્ષાસવઅર્પણ સાથે અર્પવાનો છે.
11
“દર મહિનાને પ્રથમ દિવસે તમારે પ્રભુને બે વાછરડા, એક ઘેટો, ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત હલવાન દહનબલિમાં અર્પવાં.
12
ધાન્યઅર્પણ આ પ્રમાણે લેવું: ધાન્યઅર્પણમાં વાછરડા દીઠ તેલથી મોહેલો આશરે ત્રણ કિલોગ્રામ લોટ, અને ઘેટા માટે આશરે ત્રણ કિલોગ્રામ મોહેલો લોટ લેવો.
13
દરેક હલવાન સાથે એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અર્પણ કરવો. આ દહનબલિ તો પ્રભુને માટે સુવાસિત અગ્નિબલિ છે.
14
તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે.
15
દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવ અર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતના બલિ તરીકે પ્રભુને એક બકરાનો બલિ પણ ચડાવવો.
16
“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.
17
તે મહિનાના પંદરમે દિવસે ઉજવણીની શરૂઆત થાય છે અને આ પર્વ સાત દિવસ સુધી ચાલે છે. તે દરમિયાન તમારે ખમીરરહિત રોટલી ખાવી.
18
પ્રથમ દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન રાખવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ.
19
તમારે પ્રભુને દહનબલિમાં બે વાછરડા, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન અગ્નિબલિ તરીકે ચડાવવા.
20
એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ
21
અને દરેક હલવાન દીઠ એક કિલોગ્રામ મોહેલો લોટ ચડાવવો.
22
એ ઉપરાંત તમારા પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.
23
દરરોજના સવારના દહનબલિ ઉપરાંત આ બલિ ચડાવવાના છે.
24
એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે.
25
સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ ન કરવું.
26
“કાપણીના પર્વના પ્રથમ દિવસે જ્યારે તમે તમારા સાપ્તાહિક ઉત્સવમાં પાકેલું નવું અનાજ પ્રભુને અર્પણ કરો ત્યારે તમારે પવિત્ર સંમેલન રાખવું. તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ.
27
તે દિવસે તમારે પ્રભુને સુવાસિત દહનબલિ તરીકે બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવાં.
28
તેની સાથે દરેક વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ,
29
ઘેટાં સાથે બે કિલોગ્રામ અને દરેક નર હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.
30
એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.
31
દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ ઉપરાંત એ અર્પણો તમારે દ્રાક્ષાસવઅર્પણ સાથે ચડાવવાનાં છે. અલબત્ત, પ્રાણી ખોડખાંપણ વગરનાં હોય તેની ચોક્સાઈ રાખવી.
← Chapter 27
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 29 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36