bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Numbers 33
Numbers 33
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 32
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 34 →
1
મોશે અને આરોનની આગેવાની નીચે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇઝરાયલીઓએ તેમની મુસાફરીમાં જે જે ઠેકાણે પડાવ નાખ્યો તેની યાદી નીચે મુજબ છે.
2
મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે મુસાફરીમાં પ્રત્યેક પડાવના સ્થળનાં નામ નોંધી લીધાં હતાં, જે આ પ્રમાણે છે:
3
ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા.
4
તે વખતે ઈજિપ્તીઓ પ્રભુએ મારી નાખેલા તેમના પ્રથમજનિત સંતાનોને દફનાવતા હતા. આમ, પ્રભુએ ઈજિપ્તના દેવો કરતાં પોતે શક્તિશાળી છે તે પુરવાર કર્યું હતું.
5
ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં પડાવ નાખ્યો.
6
ત્યાર પછી સુક્કોથથી નીકળી તેમણે રણપ્રદેશને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.
7
એથામથી નીકળીને પાછા બઆલ-સફોનની પૂર્વે આવેલા પીહાહીરોથમાં આવ્યા અને ત્યાં તેમણે મિગ્દોલની સામે મુકામ કર્યો.
8
તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા.
9
પછી એથામના રણપ્રદેશમાં ત્રણ દિવસની મજલ કાપી તેમણે મારામાં પડાવ નાખ્યો. મારાથી નીકળી તેઓ એલીમ આવ્યા. ત્યાં પાણીના બાર ઝરણાં અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષ હતાં. ત્યાં તેમણે પડાવ નાખ્યો.
10
એલીમથી નીકળીને તેમણે સૂફ સમુદ્ર પાસે મુકામ કર્યો.
11
સૂફ સમુદ્રથી નીકળીને તેમણે સીનના રણપ્રદેશમાં મુકામ કર્યો,.
12
સીનના રણપ્રદેશમાંથી નીકળીને તેમણે દોફ્ફામાં પડાવ નાખ્યો. દોફ્ફાથી નીકળીને તેમણે આલૂશમાં મુકામ કર્યો.
13
આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો. આ જગ્યાએ તેમને માટે પીવાને પાણી ન હતું.
15
રફીદીમથી હોર પર્વત જતાં સુધી તેમણે નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સિનાઈનો રણપ્રદેશ, કિબ્રોથ-હાત્તાવાહ, હસેરોથ, રિથ્મા, રિમ્મોન-પેરેસ, લિબ્ના, રિસ્સા, કહેલાથા, શેફેર પર્વતની તળેટી, હરાદા, માકહેલોથ, તાહાથ, તેરા, મિથ્કા, હાશ્મોના, મોસેરોથ, બની-યાઅકાન, હોર-હાગિદગાદ, યોટબાથા, આબ્રોના, એસ્યોન-ગેબેર, સીનનો રણપ્રદેશ (એટલે કાદેશ). કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે પડાવ નાખ્યો.
38
પ્રભુની આજ્ઞાથી આરોન હોર પર્વત પર ગયો. ઇઝરાયલીઓએ ઇજિપ્ત છોડયું ત્યાર પછીના ચાલીસમાં વર્ષે, પાંચમાં મહિનાને પ્રથમ દિવસે એક્સોને ત્રેવીસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.
40
કનાનની દક્ષિણે નેગેબમાં આવેલા અરાદના કનાની રાજાને ખબર પડી કે ઇઝરાયલીઓ આવી રહ્યા છે.
41
હોર પર્વતથી મોઆબના મેદાન સુધી ઇઝરાયલીઓએ નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સાલ્મોના, પૂનોન, ઓબોથ, મોઆબની સરહદ પર આવેલાં અબારીમનાં ખંડેરો, દિબોન-ગાદ, સાલ્મોન- દિબ્લાથાઈમ, અને ત્યાંથી નબો પર્વત પાસે આવેલા અબારીમ પર્વત પાસે છાવણી કરી. અબારીમ પર્વતથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીને સામે કિનારે બેથ-યશીમોથ અને આબેલ- શિટ્ટીમની વચ્ચે મોઆબના મેદાનોમાં પડાવ નાખ્યો.
50
મોઆબના મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની પાસે પ્રભુએ મોશેને કહ્યું,
51
“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગીને કનાન દેશમાં પ્રવેશ કરો
52
ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.
53
તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે.
54
તમારે પાસા નાખીને એ દેશના ભાગ કુટુંબ અને કુળ પ્રમાણે વહેંચી લેવા; મોટાં કુટુંબને મોટો ભાગ અને નાનાં કુટુંબને નાનો ભાગ મળે.
55
જો તમે તે દેશના વતનીઓને નહિ હાંકી કાઢો, તો જેઓ બાકી રહી જશે તેઓ તમારી આંખમાં કણીની જેમ અને તમારા પડખામાં કાંટાની જેમ ખૂંચશે અને તમને હંમેશા પરેશાન કરશે.
56
જો તમે તેમને હાંકી નહિ કાઢો તો તેમની જે દુર્દશા કરવાનું મેં ધાર્યું હતું તે તમારી થશે.”
← Chapter 32
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 34 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36